ભરૂચ તાલુકાના વરેડિયા રેલ્વે સ્ટેશન નજીક આજ રોજ ચાલુ ટ્રેનમાંથી કોઈ કારણો સર નીચે પટકાતા વલણ ગામના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામનો સઇદ યુનુસ ચકા ઉ.વ.વીસ મેમુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ભરૂચ તાલુકાના વરેડિયા રેલ્વે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પટકાતા સઇદને શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા પાલેજ રેલ્વે પોલીસને કરાતા તેવો દ્રારા ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી સઈદ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે પાલેજ આરોગ્ય કેન્દ્ર મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"