ચોથા માળેથી પટકાતાં ત્રણ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું

0
29

સુરત,
તા.૫/૫/૨૦૧૮

ગોપીપુરા વિસ્તારમાં આવેલ હુસેની ચોક ખાતે મુસ્લમ સમુદાયનો નિયાઝ મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવને જાવા માટે ત્રણ વર્ષનું બાળક ચોથા માળેની બારીમાંથી ડોકાતાં લપસીને નીચે પટકાયું હતું. જેથી બાળકને સારવાર માટે હોસ્પટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું.

ગોપીપુરા હુસેની ચોક ખાતે આવેલી બિલ્ડીંગના ચોથા માળે જાકીર ખાન રહે છે. ડેકોરેશનનું કામ કરતાં જાકીરને ચાર સંતાનોમાં ત્રીજા નંબરનું બાળક ટોહિત રાત્રીના સમયે માતા-પિતા ભોજન કરતાં ત્યારે તેમની નજર ચુકવીને મોહલ્લામાં ચાલતાં મહોત્સવને જાવા માટે બારી પાસે ડોકાં કાઢતું હતું. આ દરમિયાન લપસી જતાં બાળક ચોથા માળેથી નીચે પટકાયું હતું. અને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY