ઉપલેટા :ઉપલેટા તાલુકાના ગણોદ ગામે તા. ૧૫/૭/૨૦૧૮ ને રવિવારના રોજ થયેલ અતિવૃષ્ટિને કારણે બે ખેડૂતો ગોવિંદભાઈ શાર્દુલભાઈ ડાંગર તથા તેના ભાઈ જગમાલભાઈ શાર્દુલભાઈ ડાંગર એમ બંનેની લાખ લાખ રૂપિયા ઉપરની કિંમતની ૩-૩ ભેંસોના આવેલા પુરના પાણીમાં આઠ ભેંસો ફસાઈ ગઈ હતી. જેમાંથી બે ભેંસો તરીને બહાર નીકળી ગઈ હતી. તેમનો આબાદ બચાવ થયો હતો. તેમજ પાણીના પુરમાં ફસાઈ જવાથી છ ભેંસોના મોત નિપજયા હતા. જેમને મુખ્યમંત્રી સહાય યોજનાના રાહત ફંડમાંથી દરેક ભેંસના રૂ. ૩૦,૦૦૦/-લેખે છ ભેંસોના રૂ. ૧,૨૦,૦૦૦/- (બંનેને રૂ.૯૦,૦૦૦/- ;૯૦,૦૦૦/-)ના ચેક ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર તેમજ ગામના સરપંચના હસ્તે ગણોદ ગામની સરકારી શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં TDO ની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આ લોકોના ચેક માત્ર અઠવાડિયામાં જ પાસ કરાવી દીધા હતા. તેમજ ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાતા થયેલી નુકસાની સંદર્ભે ધારાસભ્ય અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખને ફરિયાદ કરતા એ અંગે અધિકારીઓને સાથે રાખી વહેલાસર કાર્યવાહી કરશે એવી બાહેંધરી આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, TDO ડઢાણીયા સાહેબ તથા તેમની ટીમ, પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, કોંગ્રેસના કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ગણોદ ગામના મહિલા સરપંચ સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




