છારાનગરમાં મહિલા બુટલેગરની મિલકત ઉપર કોર્પોરેશને બુલ ડોઝર ફેરવ્યું

0
9

અમદાવાદ,
તા.૫/૫/૨૦૧૮

શહેરના કુબેરનગરમાં આવેલા છારાનગરમા કુખ્યાત સુનિતા નામની બુટલેગરની મિલકત ઉપર કોર્પોરેશન બુલ ડોઝર ફેરવી નાંખ્યું છે. જેના લીધે આ વિસ્તારમા ભાર ઉહાપોર થવાની શક્્યતા છે જેને તકેદારી સ્વરૂપે ૨૦૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જાડાયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સાથે રહી બુલ ડોઝર ફેરવાયુ હતુ.

પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યુ હતુ કે, સુનિતા નામની બુટલેગર પર ૮ થી વધું પ્રોહિબિશનનાં કેસ નોંધાયેલા છે. સુનિતાનાં ગેરકાયદે બાંધકામમાં બેસાડી લોકોને બિયર દારૃ પિરસાય છે. જેના પગલે સુનિતાનું સામ્રાજ્ય તોડવા પોલીસ અધિકારીઓએ ગુજરાતના ઈતિહાસમાં બીજીમવાર કોર્પોરેશનનો સહાર લીધો. સુનિતા બાટુંગે પર સરદાર નગર પોલીસ સ્ટેશનમાં કુલ ૧૮ ગુના નાધાયેલ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહિલા બુટલેગર સુનિતા વિજય બાટુંગે દ્વારા શહેરના છારાનગર, કુબેરનગર અને આખા સરદાર નગરમાં ગેરકાયદે દારુનું વેચાણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સુનિતા દ્વારા નિયમો ખીસ્સામાં રાખી ખુલ્લેઆમ દારૃનુ વેચાણ કરવામાં આવે છે. થોડા સમય પહેલા સરદારનગરમાં સેક્ટર-૨ના જેસીપી અશોક યાદવની સામે એક મહિલા બુટલેગ્રે દારૃનું વેચાણ કરવાની ચેલેન્જ ફેંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, આખા અમદાવાદમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૃનું વેચાણ થઈ રહ્યું છે તેમાં પોલીસની મીલિભગત હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા માત્ર તપાસના નાટક કરવામાં આવે છે. જાકે વારંવાર રજૂઆતો અને ફરિયાદો પહોચતા મામલો ખુલ્લો પડી જતા આખરે પોલીસે આ પગલુ લેવુ પડયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY