ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર : ૭૨.૯૯ ટકા,વિદ્યાર્થિનીઓએ મારી બાજી

0
113

ગાંધીનગર,
તા.૧૦/૫/૨૦૧૮

ગુજરાતી માધ્યમનું ૭૨.૯૯% તો અંગ્રેજી માધ્યમનું ૭૫.૫૮%,૪૨ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા

ગત વર્ષની સરખામણીએ ૯ ટકા ઓછું અને છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું ૭૨.૯૯ ટકા પરિણામ જાહેર કરાયું છે. જે ગત વર્ષની સરખામણીએ ૯ ટકા ઓછું અને છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ છે.

અમદાવાદ શહેરનું ૭૫.૨૪ અને અમદાવાદ ગ્રામ્યનું ૮૨.૧૭ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં એ-વન ગ્રેડમાં ગ્રામ્ય અને શહેરના ૧૬,૫૮૫ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદ શહેરની એલિસબ્રિજની શાળા ૮૮.૫૭ ટકા પરિણામ સાથે મોખરે રહી છે. સૌથી વધુ ૮૫.૦૩ ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા રહ્યું છે.

રાજ્યની ૪૨ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. ૧૮૮ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થવામાં સફળ રહ્યા છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિણામ મેળવવામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૪.૯૧ ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧ ટકા જાહેર થયું છે. સૌથી ઓછા પરિણામ ૩૫.૬૪ ટકા સાથેનો જિલ્લો છોટાઉદેપુર રહ્યો છે. સૌથી વધુ પરિણામ ધ્રોલ ૯૫.૬૭ ટકા સાથે પ્રથમ કેન્દ્ર રહ્યું છે.

સમગ્ર રાજ્યમાંથી પરીક્ષા માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ અને ગુજકેટમાં ૧.૩૬ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ ૧૨ સાયન્સની સેમેસ્ટર સિસ્ટમ વગરની આ પહેલી હતી, જેમાં એ ગ્રૂપના ૫૭૭૬૪, બી ગ્રૂપના ૭૬,૮૮૮ અને એબી ગ્રૂપના ૧૯ વિદ્યાર્થી નોંધાયા હતા. પરીક્ષામાં ગેરરીતિના ૧૨૦ કેસ નોંધાયા હતા, જેનું પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યું છે. પરિણામ જાહેર કર્યા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે દર વર્ષે એક જ સરખું પરિણામ જાહેર થાય તેવું શક્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં પરિણામ ઓછું આવ્યું છે તેનું મુખ્ય કારણ ગરીબી છે.

રાજ્યમાં ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષે ૬,૮૩૨ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ગત વર્ષમાં ધોરણ ૧૨ સાયન્સમાં ૧,૪૧,૫૦૩ વિદ્યાર્થીઓ હતા, જે આ વર્ષે ઘટીને ૧,૩૪,૧૭૩ થયા છે. ૧૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીએ ઘટીને ૨૬ થઈ છે, જે ગત વર્ષે ૪૪ હતી. એ-વન ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

ગત વર્ષે એ-વન ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થી ૫૮૯ હતા, જે આ વર્ષે ઘટીને ૧૩૬ થયા છે. ૪૫૩ વિદ્યાર્થી ઓછા નોંધાયા છે. ગુજરાતી માધ્યમમાં એ ગ્રૂપનું પરિણામ ૭.૫૨, બી ગ્રૂપનું ૯.૫૮ અને એબી ગ્રૂપનું પરિણામ ગત વર્ષની તુલનાએ ૨૫.૨૫ ટકા ઓછું જાહેર થયું છે. ગેરરીતિના કેસની સંખ્યા સીસીટીવી મૂકવા છતાં વધી છે. ગત વર્ષે ૪૫ હતી, જે આ વર્ષે ૧૨૦ થઈ છે.

૮૪,૧૩૦ વિદ્યાર્થીઓ અને ૫૦૩૦૯ વિદ્યાર્થિનીઓ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા માટે રજિસ્ટ્રર્ડ થયા હતા. જેનું પરિણામ અનુક્રમે ૭૧.૮૪ ટકા અને ૭૪.૯૧ ટકા જાહેર કરાયું છે. ગ્રૂપ એનું પરિણામ ૭૭.૨૯ ટકા ગ્રૂપ બીનું પરિણામ ૬૯.૭૭ અને એબીનું પરિણામ ૬૧.૧૧ ટકા છે.

એ-વન ગ્રેડમાં માત્ર ૧૩૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે એ-ટુ ગ્રેડ મેળવવાનારા વિદ્યાર્થીઓ ૨૮૩૮ છે અને બી-વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૭૬૨ છે. દરેક જિલ્લા મથક અને દરેક કેન્દ્ર ઉપર વર્ગ ખંડમાં સીસીટીવી રેકો‹ડગ થયું હોવા છતાં ગેરરીતિના કેસોમાં બમણો વધારો નોંધાયો છે.

આ વર્ષે પાંચ નવા કેન્દ્રો આપવામાં આવ્યા હતા. કુલ ૧૪૦ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. અનેક વિદ્યાર્થીઓએ તેમના પરિણામ બાબતે અરજી કરી હતી પરંતુ તેમાંના કુલ ૩૫ વિદ્યાર્થીના પરિણામમાં સુધારો કરાયો છે.

જિલ્લાવાર પરિણામ
જિલ્લો ટકા
અમદાવાદ સિટી ૭૫.૨૪
અમદાવાદ જિલ્લો ૮૨.૧૭
અમરેલી ૭૬.૪૪
કચ્છ ૭૬.૧૫
ખેડા ૬૩.૫૪
જામનગર ૮૦.૩૫
જૂનાગઢ ૭૬.૩૯
ડાંગ ૭૭.૦૧
પંચમહાલ ૫૦.૯૩
બનાસકાંઠા ૭૩.૪૨
ભરૂચ ૬૬.૧૩
ભાવનગર ૭૭.૨૯
મહેસાણા ૮૧.૨૫
રાજકોટ ૮૫.૦૩
વડોદરા ૭૫.૧૬
વલસાડ ૫૯.૩૮
સાબરકાંઠા ૬૫.૪૦
સુરેન્દ્રનગર ૮૧.૨૮
સુરત ૭૮.૭૭
આણંદ ૬૬.૩૩
નવસારી ૬૯.૧૬
પાટણ ૭૧.૧૫
પોરબંદર ૫૯.૭૨
નર્મદા ૩૯.૦૦
દાહોદ ૪૨.૨૨
ગાંધીનગર ૭૭.૮૪
તાપી ૪૮.૧૪
અરવલ્લી ૬૨.૯૩
છોટા ઉદેપુર ૩૫.૬૪
બોટાદ ૮૪.૯૩
ગીર સોમનાથ ૬૫.૨૨
દેવભૂમિ દ્વારકા ૮૨.૮૬
મહીસાગર ૪૭.૧૧
મોરબી ૮૩.૬૩
ગુજરાતનું કુલ પરિણામ ૭૨.૯૯

પરિણામની સાથે-સાથે………….
– આ વર્ષનું પરિણામ ૭૨.૯૯ ટકા રહ્યું છે
– ગત વર્ષ કરતાં ૮.૯ ટકા પરિણામ ઓછું જાહેર થયું છે
– ૨૦૧૪માં પરિણામની ટકાવારી ૯૦ ૯૪.૧૪ ટકા સુધી પહોંચી હતી
– છેલ્લા ૩ વર્ષથી પરિણામની ટકાવારી ૮૧ ટકાથી
આભાર – નિહારીકા રવિયા વધુ નથી પહોંચી
– આજે જાહેર થયેલું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે
– આ વર્ષે પણ પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે
– વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૪ ટકા
– વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૪.૯૧ ટકા
– સૌથી વધુ પરિણામવાળો જિલ્લો ૮૫.૦૩ ટકા
– સૌથી ઓછું પરિણામવાળો જિલ્લો- છોટા ઉદેપુર ૩૫.૬૪ ટકા
– સૌથી વધુ પરિણામવાળુ કેન્દ્ર ધ્રોલ (જામનગર) ૯૫.૬૫ ટકા
– સૌથી ઓછું પરિણામવાળું કેન્દ્ર બોડેલી (છોટાઉદેપુર) ૨૭.૬૧ ટકા
– છ ગ્રુપ નું પરિણામ ૭૭.૨૯ ટકા
– મ્ ગ્રુપનું પરિણામ ૬૯.૭૭ ટકા
– ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૪૨
– ૧૮૮ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
– ૧૩૬ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ
– ૨૮૩૮ વિદ્યાર્થીઓ છ૨ ગ્રેડ મેળવ્યો
– બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાઇ શકાશે
– ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
– ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
– ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે પરિણામ ઊંચુ રહ્યું
– છ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૬
– છ-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૩૮
– મ્-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૮૭૬૨
– મ્-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫,૨૯૫
– ઝ્ર-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨,૨૩૪
– ઈ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY