તત્કાલ ઈ-ટિકિટનું કૌભાંડ ઝડપાયું, ૮૦ ટિકિટ સાથે માસ્ટર માઈન્ડ ઝડપાયો

0
31

સુરત,
તા.૫/૫/૨૦૧૮

રેલવેમાં તત્કાલ ઈ ટિકિટ બુક કરાવતા રહો સાવધાન…૬૬૦૦ તત્કાલ ઈ ટિકિટ રદ

મધ્ય રેલવે આરપીએફએ તત્કાલ ઈ ટિકિટ બુક કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગેરકાયદે સોફ્ટર કાઉન્ટર દ્વારા થોડી જ સેકન્ડોમાં તત્કાલ ટિકિટ બુક કરી લેતા હતાં. રેકેટના માસ્ટર માઈન્ડ સલમાન ખાનને મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના ઠાણેમાં ગુરૂવારે ઝડપી લેવામાં આવ્યો છે.તેમની પાસે ઈ ટીકિટ બુક કરવાનું લાયસન્સ પણ નથી. તેમ છતાં તેનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે.

કાઉન્ટર સોફ્ટવેર દ્વારા બુક કરાયેલા દોઢ કરોડ રૂપિયાની ૬૬૦૦ તત્કાલ ઈ ટિકિટ રેલવેએ શુક્રવારના રોજ બ્લોક કરી દીધી છે. જેથી જેમની પાસે આ રદ્દ થયેલી ટિકિટ હશે તે હવે યાત્રા નહીં કરશે. આ ટિકિટ દેશભરમાં બુક થયેલા છે. પરંતુ પશ્ચિમ અને મધ્ય રલેવેની ટિકિટ સૌથી વધુ છે. મધ્ય રેલવે મુંબઈ મંડળ આરપીએફના વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત સચિન ભાલોડેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સૌથી મોટા તત્કાલ ઈ-ટિકિટ કૌભાંડને ઝડપી લેવામાં આવ્યું છે. અને પહેલીવાર આટી મોટી સંખ્યામાં ઈ ટિકિટને બ્લોક કરી દેવામાં આવી છે. જેમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.

મધ્ય રેલવે આરપીએફએફ વિજીલન્સ આઈઆરટીસી તથા કોમર્શિયલ બ્રાંચની સાથે મળીને એન્ટી ટાઉટીંગ અભિયાન ચલાવાઈ રહ્યુંહતું. આ દરમિયાન ગેરકાયદે સોફ્ટવેરથી ટિકિટ બુક કતાં એજન્ટ સલમાન પકડાયા છે. તેમની પાસેથી રોકડા ૧.૬૫ લાખ તથા ૮૦ બુક થયેલી કન્ફર્મ ટિકિટની પ્રિન્ટ મળી આવી છે. તેમને ઝડપી લઈને આરપીએફની કસ્ટડીમાં રખાયો છે. સુત્રો અનુસાર સલમાન ઠાણેથી જ દેશભરના એજન્ટોને ટિકિટ બનાવી આપતો હતો. જેની સાથે ૫૪૦૦ જેટલા એજન્ટ જાડાયેલા હતાં અને પ્રતિ ટિકિટ તેઓ ૭૦૦ રૂપિયા વધારે લેતાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY