ઠંડા પીણા બનાવતી બે કંપની પર આરોગ્ય વિભાગના દરોડા

0
47

વડોદરા,
તા.૫/૫/૨૦૧૮

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા ઠંડા પીણા બનાવતી બે કંપની અને ઠંડા પીણાના ૩ ડીસ્ટ્રીબ્યુટરોને ત્યાં ચેકીંગ કર્યું હતું. જાકે, આરોગ્ય વિભાગને તમામ ઠંડા પીણા પીવા લાયક જણાઇ આવ્યા હતા. છતાં, આરોગ્ય વિભાગે વિવિધ ઠંડા પીણાના સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ઠંડા પીણામાં સેકરીનનું પ્રમાણ યોગ્ય છે કે નહિં. તેની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ ઠંડા પીણામાં સેકરીનનું પ્રમાણ પ્રાથમિક તબક્કે યોગ્ય જણાઇ આવ્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY