ભુજના ત્રિમંદિ‌ર પા‌સે‌ આવેલા નરનારાયણ નગરમાં રૂ.૩.૬૭ કરોડના ખર્ચે નગરપાલિકાએ ભૂગર્ભ ગટર અને સી.સી.રોડમાં ભ્રષ્ટાચારનો પર્દાફાસ કર્યો

0
274

ભુજ: ભુજની ભાગોળે આવેલા નવવિકસીત નરનારાયણનગર સોસાયટી વિસ્તારમાં જરૂર ના હોવા છતાં ભાજપશાસિત ભુજ નગરપાલિકાએ ૩.૬૭ કરોડના ખર્ચે રોડ અને ગટરલાઈનની કામગીરી કરાવતાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગંભીર આરોપ કર્યાં છે.

ભુજના ત્રિમંદિર સામે આવેલા નરનારાયણ સોસાયટી વિસ્તારમાં બિલ્ડરોના લાભાર્થે જરૂરિયાત નથી છતાં નગરપાલિકાએ વ્હાલ વરસાવીને ૩.૬૭ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરી હોવાનો જાડેજાએ આરોપ કર્યો છે.

પાલિકાના વ્હાલ પાછળનો હેતુ બિલ્ડરોના પ્લોટનો ભાવ ઊંંચકાય તે છે. અહીં ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સત્તાધારી હોદ્દેદારોના મળતીયાના પ્લોટો આવેલા હોવાનો આરોપ કરી જાડેજાએ પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન ઉપરાંત પાલિકાએ કન્સલ્ટન્ટ તરીકે નીમેલાં જિલ્લા પંચાયતના પૂર્વ ઇજનેરની ભૂમિકા સામે પણ આંગળી ચીંધી છે. ગટરલાઈન-રોડની કામગીરીનો ઠેકો આપવામાં ઠેકેદારો પાસેથી કમિશન વસૂલવામાં કામગીરી પણ નબળી થઈ છે અને અનેક ઠેકાણે નહિવત વપરાશ હોવા છતાં નવા બનાવાયેલાં રોડ તૂટી ગયાં છે. આ વિસ્તાર વૉર્ડ નંબર 8માં આવે છે. જ્યાંથી પાલિકા પ્રમુખ અશોક હાથી અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ બંને ચૂંટાયેલાં છે. પાલિકા દ્વારા આ જ વિસ્તારના વાલદાસનગર, મહાવીરનગર, ગણેશનગર, જયનગર, રાવલવાડી, કારિતાસનગર, લાભ-શુભ સોસાયટી, રઘુવંશીનગરમાં કોઈ વિકાસકાર્યો કરાતાં નથી અને નરનારાયણ સોસાયટીમાં ચાર કરોડ વાપરી દેવાયાં છે તે દેખીતી રીતે જ ભ્રષ્ટાચારનો મજબૂત દાખલો પૂરો પાડે છે. જ્યાં જરૂરિયાત છે ત્યાંના લોકો રસ્તા બનાવવા પાલિકાને અરજીઓ લખી લખીને થાક્યાં છતાં કામ થયા નથી ને બીજી તરફ અહીં પાલિકાએ બિલ્ડરો-કોન્ટ્રક્ટરોના લાભાર્થે ૩.૬૭ કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાખી છે.

પાલિકાની સુવિધા ઉભી કરે ને બિલ્ડરોને એનએ મળી જાય!

રાજેન્દ્રસિંહ જાડેજાએ આરોપ કર્યો કે, જો રહેણાંકના હેતુથી બિલ્ડર જમીન બીનખેતી કરાવવા જાય તો તેણે ત્યાં રોડ, ગટરલાઈન, પાણી વગેરેની પાયાની સુવિધાઓ ઉભી કરવાની ખાત્રી આપવી પડે છે. પરંતુ,અહીં તો નગરપાલિકા જ સરકારી નાણાંમાંથી સુવિધાઓ ઉભી કરી આપે છે અને બિલ્ડરો તેમના પ્લોટ એનએ કરાવી રહ્યાં છે. સ્પષ્ટ રીતે જ આમાં ભારે ભ્રષ્ટાચાર આચરાતો હોવાની બૂ આવે છે. આ કામગીરીમાં ભાજપની ભગિની સંસ્થા સંકળાયેલો જિલ્લા પંચાયતનો એક પૂર્વ ઈજનેર કે જેને નગરપાલિકાએ કન્સલ્ટન્ટ તરીકે નીમ્યો છે તે ભળેલો હોવાનો જાડેજાએ આરોપ કર્યો છે.

ગૌતમ બુચિયા
ભુજ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY