રાજપીપલા એસ ટી ડેપોમાં સી.સી.ટી.વી.કેમેરા અને પોલીસ પોઇન્ટ ક્યારે..?! 

0
47

રાજપીપલા એસ ટી ડેપો માંથી ભર બપોરે બાઇકની ચોરી થતા અનેક સવાલ

રાજપીપલા:રાજપીપલા એસ ટી ડેપો એ નર્મદા જિલ્લા નું મોટું ડેપો છે અને હાલમાંજ એનું એક કરોડ થી વધુ ના ખર્ચે રીનોવેશન પણ કરાયું છે પરંતુ ત્યાં સી સી ટી વી કેમેરા ન હોવાના કારણે મારામારી ચોરી જેવી ઘટના થતા ડેપોની લાલીયાવાડી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

ગત તારીખ 30 એપ્રિલના સાંજે લઘભગ ચારેક વાગે રાજપીપલા સિંધીવાડ રબારી ફળિયાના હિતેશ વિનોદભાઈ વસાવા કોઈ કામ અર્થે ડેપોમાં પોતાની બાઈક નં.જી જે 22 કે 2119 લઈ આવ્યા બાઈક ડેપોમાં પાર્ક કરી કામ પતાવી પરત ફરતા બાઈક ત્યાં ન મળતા ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા ગતરોજ અમને રાજપીપલા પોલીસ સ્ટેશને બાઈક ચોરી ની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે વારંવાર ડેપો માં મારામારી અને ચોરી જેવી ઘટના બને છે ત્યારે ત્યાં કેમેરા ની સાથે સાથે પોલીસ પોઇન્ટ જરૂરી છે .

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY