તિલકવાડાના ઝાઝપુરા ગામે પ્રેમ લગ્ન કરનાાર યુવાન પર કુહાડી અને લાકડીઓ વડે હુમલો  

0
38

થોડા સમય પૂર્વે પ્રેમ કરનાર યુવાન લગ્ન બાદ બરોડા થી ઝાઝપુરા ગામે એક લગ્ન પ્રસંગ માં આવતા યુવતીના  પરિવાર નું ધાંધલ

રાજપીપલા: તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામે રહેતા ફરિયાદી રાજુ વલ્લભ બારીયા એ થોડા સમય પેહલા ગામનાજ જગદીશ સોમા બારીયા ની દીકરી ચંપા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ એ પત્ની સાથે બરોડા રહેતો હતો પરંતુ ગત તારીખ 29-4-18 ના રોજ ગામમાં લગ્ન હોય રાજુ અને ચંપા લગ્ન પ્રસંગ માં આવ્યા અને ગામમાં પોતના ઘરે રોકાયા હતા એ દરમિયાન એને જોઈ પ્રેમ લગ્ન ની રીશ રાખી ચંપાના પિતા જગદીશે ગાળા ગાળી કરી અને કિરણ દલસુખ બારીયા એ રાજુ ને કુહાડી મારી ઇજા કરતા લગ્ન સમયે ગામમાં ધાંધલ થઈ પડ્યું ત્યારે આ તકરાર દરમિયાન ચંપા ના પરિવાર ના અન્ય લોકો પૈકી પિતા જગદીશ ,ભાઈ વિજય જગદીશ બારીયા અને નરેશ મનસુખ બારીયા આ તમામ ત્યાં લાકડીઓ લઈ આવ્યા અને ફરિયાદી રાજુને લાકડીઓ વડે માર મારી ઇજા કરતા રાજુની માતા રેવાબેન એને છોડાવવા વચ્ચે પડતા એને પણ લાકડીઓ વડે મારી ઇજા કરી એકબીજાને મદદગારી કરતા આ બાબતે રાજુ એ તિલકવાડા પોલીસ સ્ટેશને એના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY