કંગનાની ફિલ્મ મણિકર્ણિકાનું ટીઝર રિલિઝ

0
13

મુંબઈ,તા.૨
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન આૅફ ઝાંસી’ સતત કોઇને કોઇ કારણોથી ચર્ચામાં છે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ‘મણિકર્ણિકા’નું ટીઝર રીલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. ૨ મિનિટનાં આ ટીઝરમાં કંગનાનો જારદાર લૂક અને અંદાજ જાવા મળી રહ્યો છે. આ પહેલા કંગના આવા અવતારમાં જાવા મળી નથી.
ફિલ્મ નિર્માતાઓ અનુસાર આ ફિલ્મનાં ટીઝરને રીલીઝ કરવા માટે ગાંધી જયંતીથી વધારે સારો દિવસ બીજા કોઇ નહતો. દેશની આઝાદી માટે લડી રહેલા યોદ્ધાઓને ટ્રીબ્યૂટ આપવાનો દિવસ આનાથી વધારે સારો બીજા ના હોઇ શકે અને આ કારણે ફિલ્મનું ટીઝર ૨ આૅક્ટોબરનાં રોજ રીલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન આૅફ ઝાંસી’ ૨૫ જાન્યુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY