મહારાષ્ટ્રમાં કાંગ્રેસ-એનસીપીએ ૩૮ બેઠક માટે ‘યુતિ’ કરી

0
18

મુંબઈ,તા.૨૮
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી માટે વિરોધી પક્ષ કાંગ્રેસ અને એનસીપી એક તસુ આગળ વધ્યા હતા અને મહારાષ્ટ્ર રાજ્યની કુલ ૪૮ બેઠક પૈકી ૩૮ બેઠક માટે યુતિ કરી હતી. બાકીની બેઠક માટે મંત્રણા ચાલી રહી હોવાનું કાંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં એનસીપીના સર્વેસર્વા શરદ પવારે ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે ૪૦ બેઠક માટે સમજૂતી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કાંગ્રેસના વડા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે ‘કાંગ્રેસ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડશે. બેઠકની વહેંચણી અંગેની મંત્રણા ચાલી રહી છે પણ આ તબક્કે બેઠકની સંખ્યા કહી શકું નહીં.
બેઠકની ફાળવણીની મંત્રણામાં સહભાગી કાંગ્રેસના બીજા નેતાએ જણાવ્યું હતું કે લગભગ ૩૮ બેઠક માટે યુતિ કરવામાં આવી છે. બાકીના મતદાર ક્ષેત્ર માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. અત્યાર સુધીમાં બેઠક માટે કોઈ મતભેદ નથી. બેઠકની વહેંચણીની ફોર્મ્યુલા મોટા ભાગે એવી જ રહેશે. જરૂર પડ્યે થોડો ફેરફાર કરવામાં આવશે.
એનસીપીના એક સૂત્રે જણાવ્યું હતું કે તેમના પક્ષે કાંગ્રેસ ક્વોટામાંથી ઔરંગાબાદ, પુણે, યવતમાળ બેઠકો પર દાવો કર્યો છે કારણ કે એ બેઠકો પર જીત મેળવી શકાય છે. ૨૦૧૪માં કાંગ્રેસ અને તેમના યુતિ પક્ષે ૨૭ મતદાર ક્ષેત્ર માટે ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા જ્યારે એનસીપી ૨૧ બેઠક માટે ચૂંટણી લડ્યો હતો. આ પહેલાં ફોર્મ્યુલા ૨૬ઃ૨૨ નક્કી કરવામાં આવી હતી. પણ એનસીપીએ હાટકાનાંગલે મતદાર ક્ષેત્રમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તેની પાસે યોગ્ય ઉમેદવાર ન હતો. એ બેઠક પર કાંગ્રેસનો ઉમેદવાર હતો. કાંગ્રેસ અને એનસપીએ રાયગઢ અને હિંન્ગોલીની બેઠક મેળવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY