અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હોટલ વર્ષા પરથી પરપ્રાંતીય દારૂ અને ટ્રક મળી ઓગનચાલીસ લાખ સીત્તેર હજાર નો મુદ્દામાલ પકડયો

0
57

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથક ના પીઆઈ. આર.કે.ધૂલિયા તેઓ ના સ્ટાફ સાથે ગત રાત્રી ના સમયે પ્રોહિબીશન ડ્રાઇવ માં હતા તે સમય દરમિયાન મળેલ બાતમી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી પાસે રાજપીપલા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ ના કમ્પાઉન્ડ માં ઉભેલી ટ્રક ની ઝડતી લેતા અઢળક દારૂ નો જથ્થો મળી આવેલ.

રાજસ્થાન પાર્સિંગ ની સદર ટ્રક નંબર RJ.20.GA 4365 ને હોટલ કંપાઉન્ડ માં પાર્ક કરી ટ્રક માં બેઠેલ ઇસરાજ અબ્દુલ લતીફ દેશવલી રહે જી.ભીલવાડા રાજસ્થાન તેમજ નશીબ બિજેન્દ્ર જાટ રહે તા.ઝજ્જર હરીયાણા નાઓ ને ટ્રક માં મેદા ની ગુનો નીચે ભરેલ અંદાજીત ૨૯ લાખ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે કુલ ઓગનચાલીસ લાખ ઉપરાંત નો મુદ્દામાલ નો કબ્જો મેળવી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી વિદેશી દારૂ નો જથ્થો કયાં થી કયાં લઇ જવાતો હતો તે દિશા માં તપાસ હાથધરી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY