એક તરફ તળાવ ઉંડા કરવા પ્રયત્ન બીજી બાજુ આઠ મહીનાથી સુજાનગઢ તળાવ તુટેલી હાલતમાં

0
272

ભારે વરસાદમાં તુટ્યાબાદ આજદિન સુધી જૈસે થૈ
હાલમાં સરકાર દ્વારા ગામો ગામ તળાવ ઉંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપીયા વાપરવામાં આવી રહ્યા છે ત્યારે સુજાનગઢ ગામે અાવેલ તળાવ છેલ્લા આઠ મહીનાથી તુટેલુ હોવા છતા તંત્ર દ્વારા આજદિન સુધી કોઇજ કાર્યવાહી ન કરાતા આગામી ચોમાસા પહેલા યોગ્ય કરવા સ્થાનિકોમાંગ કરી રહ્યા છે.
મૂળી તાલુકામાં હંમેશા સિંચાઇ માટેપાણીની સમસ્યા રહે છે ત્યારે સુજાનગઢ ગામનાં લોકોને પીયત માટે પાણી મળી રહે તે માટે પાંડવરા રોડપર મોટુ તળાવ બનાવાયુછે અને આ તળાવ ગત ચોમાસમાં ભારે વરસાદનાં કારણે તુટી જતા ભારે તારાજી સર્જી હતી ત્યારથી તે તળાવ તુટેલુ છે હાલમાં સરકાર દ્વારા ગામો ગામ તળાવ ઉંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ સુજાનગઢ ગામે છેલ્લા આઠ મહીનાથી તળાવ તુટી ગયુ હોવા છતા અને સરપંચ દ્વારા સિંચાઇ વિભાગમાં લેખિત જાણ કરવા છતા કોઇ જ કાર્યવ‍ાહી કરવામાં આવી નથી.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો ખેડુતો માંગ કરી રહ્યા છે
આ અંગે સુજાનગઢ સરપંચ ભુપતભાઇ ઉદેશાએ જણાવ્યું હતુકે આ તળાવમાંથી ખેડુતો પીયતમાટે ઉપયોગ કરી રહ્યા છે અને જો વરસાદ પહેલા યોગ્ય નહી કરાય તો દિગસર સહિતનાં નિચાણવાળા ગામોને પાણીનું જોખમ રહેલુ છે અને ખેડુતો પણ પીયત માટે પાણી નહી મેળવી શકે આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.

મૂળીનાં સુજાનગઢ ગામે આવેલ તળાવ છેલ્લા આઠ માસથી તુટેલી હાલતમાં છે.

દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી.
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY