મૂળી તાલુકામાં પાણીની અછતનાં કારણે મોટા ભાગનાં ખેડુતો કપાસ અને ચીલાચાલુ ખેતી કરતા જોવા મળે છે ત્યારે લીયાનાં ખેડુતે ચીલાચાલુ ખેતી છોડી પોતાનાં ખેતરમાં આંબાનું વાવેતર કરી હાલમાં લાખો રૂપીયા ની કમાણી કરી અન્ય ખેડુતોને પણ નવિ પધ્ધતિ અપનાવવા અનુરોધ કરી રહ્યા છે.

પાંચાળની ભોમ પર હંમેશા પત્થરોનું વધારે વર્ચસ્વ હોવાથી ખેડુતો નવુ વિચારી પણ શકે અને અન્ય તાલુકાની જેમ પાણી પણ પુરતા પ્રમાણમાં ન હોવાથી ખેડુતો મોટાભાગે કાલા કપાસ અને ચીલા ચાલુ ખેતી કરતા હોય છે ત્યારે મૂળીનાં લીયા ગામે રહેતા ખેડુત તનવિરસિંહ રાણાને અંદાજે પાંચ વર્ષ પહેલા નવો વિચાર આવ્યો અને તેમને સંપુર્ણ માંહીતી લઇ આંબાનીખેતી શરૂ કરી તે સમયે સ્થાનિક ખેડુતો આ વિસ્તારમાં કેરીનું વાવેતર અશક્ય છે તેમ કહી મઝાક કરતા હતા પરંતુ હાલમાં અાંબાને કેરીનો મબલખ પાક આવતા ખેડુતો જોવા આવી રહ્યા છે અને વર્ષે લાખોની આવક મેળવી અન્ય ખેડુતોને પણ ચીલાચાલુ ખેતી છોડી નવિ પધ્ધતિ અપનાવવા અનુરોધ કરી રહ્યા છે
આ અંગે આંબાનું વાવેતર કરનાર ખેડુત તનવિરસિંહ રાણાએ જણાવ્યું હતુકે હાલમાં મે આંબાની 10 વિધા જમીનમાં ખેતી કરી છે અને ૨૧૦ જેટલા રોપા હાલ છે વાર્ષીક બે લાખથી વધારેની આવક રળી આપેછે પરંતુ આ વર્ષે વાતાવરણ ખરાબ રહેતા ઉત્પાદન ૨૦ ટકા ઓછુ રહે છે પરંતુ ભાવ સારા હોવાથી આવક સારી રહે છે

મૂળીનાં લીયામાં ખેડુત દ્વારા ચીલાચાલુ ખેતી છોડી આંબાની ખેતી કરવામાં આવી રહી છે.
દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






