ચોટીલા નગરપાલિકા વોર્ડ.4 ની પેટાચૂંટણી માં આજરોજ સરકાર દ્વારા ઉમેદવાર ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. ચોટીલા શહેરમાં 11 ભાજપ અને કોંગ્રેસ 13 બેઠક મેળવતા ગત ચૂંટણી માં બહુમતી પસાર કરીને સતાનું સુકાન સંભાળ્યું હતું.ત્યારબાદ વોર્ડ.4 ના ઉમેદવાર કિરીટભાઈ ખાચરે અન્ય કારણોસર નગરપાલિકા માંથી સદસ્ય તેમજ પક્ષ માંથી રાજીનામુ આપ્યું અને ત્યાર પછી ચોટીલા શહેર માં રાજકારણ માં ગરમાવો ફેલાઈ ગયો હતો.અને તા.6.5.2018 ના રોજ ચૂંટીણી વિભાગ દ્વારા ચોટીલા નગરપાલિકા વોર્ડ .4 ની પેટા ચૂંટણી યોજાતા કુલ 1270 મતદારો એ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. જે અનુસંધાને આજરોજ ચોટીલા નગરપાલિકા વોર્ડ .4 ની પેટાચૂંટણી નું પરિણામ આજરોજ સરકાર દ્વારા બહાર પાડવા આવેલ જેમાં ભાજપના ના ઉમેદવાર ને 646 મત અને કોંગ્રેસ ના ઉમેદવાર ને 454 મત અને બે અપક્ષો ને કુલ 153 મત મળ્યા હતા જેમાં ચોટીલા પ્રાતઃ અધિકારી ચૌહાણ સાહેબે ભાજપના ઉમેદવાર જનકભાઈ આપાભાઈ ખાચર ને 192મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપ ના ઉમેદવાર વિજેતા થતાંજ ભાજપ ના કાર્યકર્તાઓ માંખુશી ની લહેરો ઉછળી હતી અને વિજતા ઉમેદવાર ને ભાજપ ના કાર્યકર્તા ઓ દ્વારા સામસામે મુહ મીઠા કરાવ્યા હતા.
દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી. જી. સુરેન્દ્રનગર
મો.૯૮૨૫૫૯૧૩૬૬ ૭૦૧૬૧૭૦૮૪૪
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






