આ વર્ષે 12 માર્ચથી શરૂ થયેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 10મેના રોજ જાહેર થશે. આ સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ 10મેના રોજ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ ધોરણ-10નું પરિણામ 28 થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવી શકે છે. આ વર્ષે આશરે 1.35 લાખ વિદ્યાર્થીઓએ 12 સાયન્સ અને ગુજકેટના પરીક્ષા આપી હતી.
આ સાથે જાણવા મળ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં આ વખતે ગણિત-વિજ્ઞાનમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને વિકેટ પડશે. ઉત્તરવહી મૂલ્યાંકન સાથે સંકળાયેલા શિક્ષકોના મત પ્રમાણે ગણિતમાં તેમણે તપાસેલી ઉત્તરવાહીઓ પૈકી લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પણ 45 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જણાયું હતું.
રિપોર્ટર ભુજ
ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







