સુરત,
તા.૨૩/૦૩/૨૦૧૮
સરથાણા વિસ્તારમાં એક ૯ ફૂટ ઉંડા ગટરના ખાડામાં ગાય પડી ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. અને સુરતની પ્રેમાળ જીવદયા સંસ્થા દ્વારા ભારે જહેમતે ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સરથાણા જકાતનાકા સ્થત આવેલી સાયોના રેસિડન્સી પાસે આવેલા એક ખુલ્લી ગટરના ૯ ફૂટ ઉંડા ખાડામાં ગાય પડી ગઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા નજીકની જીવદયા સંસ્થાનો કોન્ટેક કરતા પ્રેમાળ જીવદયા સંસ્થાના સભ્યોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતા. ત્યારબાદ ગાયને રેસ્ક્્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ગટરનું ઢાંકણું નાનું હોવાથી ગાય બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી જેસીબીની મદદ દ્વારા ગટરના આજુબાજુના રસ્તા રક ૯ ફૂટ સુધી ખાડો ખોદ્યો હતો. ત્યારબાદ ગાયને દોરડાથી બાંધીને ગટરના ખાડામાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ગુરૂવારની મોડી રાત્રે આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"