એસ ટી ડેપો સહીત તમામ જગ્યા એ ઓનલાઇન બંધ થતા લોકો અટવાયા,છેલ્લા છ મહિના થી વધુ સમય થવા છતાં બી એસ એન એલ નેટવર્ક માં કોઈ સુધારો નથી
રાજપીપલા:
રાજપીપલા શહેર સહીત આખા નર્મદા જિલ્લા માં છેલ્લા લઘભગ છ મહિનાથી વધુ સમય થવા છતાં બે એસ એન એલ નેટવર્ક બંધ થવાની તકલીફ યથાવત છે ત્યારે આજે બુધવારે સવાર થી ફરી નેટવર્ક બંધ થઈ જતા સરકારી કચેરીઓ ,એસ ટી ડેપો સહીત ની ઓનલાઇન સેવા ઠપ થઈ જતા હજારો લોકો અટવાયા હતા.
સવાલ એ થાય છે કે વર્ષો થી લાલીયાવાડી ચલાવતા બી એસ એન એલ ના અધિકારીઓ આમ તો સસ્તું નેટવર્ક માટેની મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ એમના ગ્રાહકો ને વારંવાર પડતી તકલીફ માટે કેમ કોઈ નક્કર પગલાં લેતા નથી…?! લાલચ આપી ગ્રાહકો બનાવ્યા બાદ ગ્રાહકો ને પડતી તકલીફ નો યોગ્ય આજે કાયમી ઉકેલ મળતો નથી માટે બી એસ એન એલ ના ઘણા ગ્રાહકો અન્ય કંપની ના નેટવર્ક તરફ વળી રહ્યા છે પરંતુ સરકારી કચેરીઓ કે અમુક બેંકો માં હજુ બી એસ એન એલ નુજ નેટવર્ક ચાલતું હોવાથી લોકો વારંવાર તકલીફ માં મુકાય છે ત્યારે સરકારે પણ હવે અન્ય વિકલ્પ લેવો પડશે એમ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



