સેનાને મોટી સફળતા : ચાર આતંકી સહિત સાત ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ

0
17

શ્રીનગર,
તા.૯/૫/૨૦૧૮

મોટા પ્રમાણમાં સેનાએ હથિયારો જપ્ત કર્યા

ઉત્તર કાશ્મીરના હાઝિન વિસ્તારમાં આજે સેનાએ ચાર આતંકવાદીઓ અને સાત ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી. ત્યારબાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે વિસ્તારથી જાણકારી આપી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે કાકા-ભત્રીજા સહિત ત્રણ નાગરિકોની હત્યાના કેસમાં સેનાએ ચાર આતંકવાદીઓ અને સાત ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે. સેના ધરપકડ કરાયેલા લોકો સાથે પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બે આતંકી સક્રિય હતા. તમામ આતંકવાદી અને ઓજીડબ્લુ લશ્કર-એ-તોયબા સાથે જાડાયેલા હતા. પોલીસે હાઝિન વિસ્તારમાંથી લશ્કરના ઠેકાણાઓનો પર્દાફાશ કરતા કુલ ૧૦ લોકોની ધરપકડ કરી છે. હત્યા સાથે જ અન્ય આરોપોમાં સામેલ આ આતંકવાદીઓની ધરપકડ માટે બારામુલામાં ૫૩ ઝ્રઇઁહ્લ બટાલિયન, ૪૬ રાષ્ટીય રાઈફલ્સ અને ૫૨ રાષ્ટીય રાઈફલ્સ તરફથી અભિયાન ચલાવાયુ હતુ. પોલીસના કહેવા અનુસાર બારામુલા નિવાસી લશ્કર આતંકવાદી એજાજ ગુજરી, સોપોરનો નદીમ, ઓલ્ડ ટાઉન બારામુલાના બિલાલ અને અમરગઢ સોપોરના નાસિર મોચીની ધરપકડ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY