અયોધ્યા,તા.૧૨
રામ-જાનકી ડિપ્લોમસી દ્વારા ભારત અને નેપાલના સંબંધો ફરી મજબુત કરવા માટે પીએમ મોદી નેપાળની મુલાકાતે ગયા અને ત્યાંથી નજકપુર-અયોધ્યા બસ રવાના કરી. આ બસ શનિવારે અયોધ્યા આવી પહોંચી છે. તેમજ આ બસના યાત્રિકોનું સ્વાગત સીએમ યોગી આદિત્યનાથે કર્યુ છે.
તેઓએ કહ્યુ કે અયોધ્યા, જનકપુર અને કાઠમંડુનો કાશી સાથે અતૂટ સંબંધ છે. તેમણે કÌšકે ભારત અને નેપાળના સાંસ્કૃતિક સંબંધને પીએમ મોદીએ નવી ઉંચાઈ આપી છે. બંન દેશો વચ્ચે હજારો વર્ષોથી સાંસ્કૃતિક અને સામાજિક સંબંધ છે. મહારાજ દશરથ અને જનક વચ્ચે અતૂટ સંબંધ હતો અને તે સાંસ્કૃતિક સંબંધ હવે રાજનીતિક સંબંધોથી મોટા થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





