બિહારમાં ૪૦ હજાર આપીને માતાએ જ પુત્રની હત્યા કરાવી…!!

0
74

પટણા,તા.૧૨
બિહારના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બખ્તિયારપુરમાં મા ઉપર પુત્રની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિહાર પોલીસે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ધ ટેલિગ્રાફના સમાચાર પ્રમાણે મહિલાએ કથિત રીતે પોતાના પુત્રની હત્યા એટલા માટે કરાવી કારણ કે તે તેના વ્યવહારથી પરેશાન હતી. આરોપી મહિલાનું નામ રેણુ દેવી છે. જેણે સ્થાનિક ગુનેગારો સાતે મળીને પોતાના પુત્ર મિંટૂ રામની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું છે.
પોલીસે આરોપી માતા અને બે સ્થાનિક ગુનેગારો ધર્મવીર અને શ્રવણ કુમારની ધરપકડ કરી છે. બખ્તિયારપુર પોલીસ અનુસાર આરોપી મહિલા પોતાના પુત્રના વ્યવહારના કારણે પરેશાન હતી. માતા પ્રમાણે તેનો પુત્ર મિંટૂ રામ પહેલા અનેકવખત ચોરી અને ગુનાતિહ પ્રવૃત્તિમાં સામેલ હતો. જેનાથી માતા પરેશાન થઇ ચૂકી હતી.
૭ એપ્રિલે બખ્તિયારપુર પોલીસે હોટલ આકાશ પાસે ૨૬ વર્ષીય યુવકની લાશ મળી હતી. મોડી સાંજ સુધી તેનું નામ દિનશ રામ ધુસ્કીપુરના પુત્ર મિંટૂ રામ હોવાની ઓળખ થઇ હતી. મિંટૂની વિધવામાં અંજૂ દેવીએ ૩૦૨/૨૦૧ કલમ હેઠળ બખ્તિયારપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ ખાનગી જાણકારી અને ફોરેન્સિક રિપોર્ટના આધારે એ લાગી રહ્યુ હતું કે, આ હત્યાકાંડ પાછળ કોઇ પારિવારીક શખ્સનો હાથ હોઇ શકે છે. મામલાની તપાસ કરનાર ટીમે મૃતકની મા રેણુની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ ગુનો સ્વીકારી દીધો હતો. મહિલાએ સ્વીકાર કર્યું કે તેણે પોતાની પુત્રની હત્યા કરવા માટે સ્થાનિક ગુનેગારોને રૂ.૪૦૦૦૦ આપ્યા હતા.
ઘટનાના દિવસે રેણુએ મિંટૂને ફોન કરીને કહ્યુ હતું કે તે ખુરસપુરમાં જ ઉતરી જાય. જ્યા આરોપીઓ પહેલાથી જ હાજર હતા. બંને આરોપીઓએ સ્થળ ઉપર મારી નાખ્યો. ત્યારબાદ રેણુ, ધર્મવિર અને શ્રવણે હોટલ આકાશ પાછળ લાશને ફેંકી દીધી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY