ગરુડેશ્વર કોયારી ફળિયા ના હનુમાન મંદિર પર આંકડા લખતા બે ઝડપાયા એક ફરાર 

0
148

નર્મદા કવિક રિસ્પોન્સ ટીમના પી એસ આઈ કે.કે. પાઠકે ટિમ સાથે રેડ કરી 2260/- રોકડ સાથે ઝડપી પાડ્યા

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચના મુજબ કવિક રીસપોન્સ ટિમ ના પી એસ આઈ કે.કે.પાઠકએ ટિમ સાથે બાતમીના આધારે ગરુડેશ્વર ના કોયારી ફળિયા જવાના માર્ગ પર આવેલા હનુમાન મંદિર ના ઓટલા પર આંકડા લખતા અને લખાવતા વ્યક્તિઓ પૈકી નિલેશ ધીરુ તડવી,નરસિંહ મનસુખ તડવી ને રોકડા 2260/- રૂપિયા સાથે ઝડપી લીધા હતા જયારે ભરત કનુ તડવી પોલીસ ને જોઈ નાસી છૂટ્યો હતો હાલ ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY