હવે ઓનલાઈન અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા આપશે રેલ્વે

0
28

ન્યુ દિલ્હી,
ટ્રેનમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા માટે ભારતીય રેલવેએ એક નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (ક્રિસ) તરફથી બનાવાયેલી આ એપનું નામ ‘utsonmobile’ છે. તેના દ્વારા યાત્રીઓ મોબાઇલમાંથી જનરલ ટિકિટ ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ પણ ઓનલાઇન બુક કરાવી શકે છે.
આ સુવિધાઓ ઉપરાંત આ એપથી સિઝન ટિકિટનું રિન્યુઅલ અને રેલવે વોલેટમાં બેલેન્સ પણ નાખી શકાય છે. રેલવે એ આરક્ષિત ટિકિટ બુક કરવા માટે ‘રેલ કનેકટ’ નામની એપ જાન્યુઆરી ર૦૧૭માં રિલોન્ચ કરી હતી. યાત્રીઓને અનરિઝર્વ્ડ ટિકિટ માત્ર રેલવે કાઉન્ટરમાં ગયા પછી મળતી હતી.
રેલવેએ હજુ આ મોબાઇલ એપને એન્ડ્રોઇડ અને વિન્ડો ફોન યુઝર્સ માટે લોન્ચ કરી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર અને વિન્ડો સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એપને ડાઉનલોડ કર્યા બાદ તેમાં ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે યુઝરે એપમાં પોતાનું નામ, મોબાઇલ નંબર, શહેર, ટિકિટનો પ્રકાર, યાત્રીઓની સંખ્યા અને મોટા ભાગે કયા માર્ગ પર સફર કરે છે તે જણાવવું પડશે.
રજિસ્ટ્રેશન થયા બાદ એપ પર રેલવે વોલેટ કોઇ પણ ચાર્જ વગર શરૂ થઇ જશે. યુઝર્સ પાસેથી તેનો કોઇ ચાર્જ નહીં લેવાય. વોલેટમાં પૈસા રાખીને યાત્રી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વગર ટિકિટ બુક કરાવી શકે છે. સાથે તેને રિચાર્જ કરાવવાની સુવિધા રેલવે સ્ટેશનના અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર અને વેબસાઇટ પર આપવામાં આવી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY