બીડગાર્ડ્ડ સાાથી કર્મચારીઓ સાથે જાડોલી બીટ વિસ્તારમાં રાઉન્ડ માં હતા એ સમયે લીલા વાસ ચોરી લઈ જતાા વ્યક્તિ ને પકડી કાર્યવાાહી કરવા જતા એ નાસી ગયા બાદ બીજા લોકો સાથે મળી હુમલો કરતા ટોળા વિરુદ્ધ ફરિયાદ
રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ફોરેસ્ટ ની ટિમ જાડોલી બીટ માં ગત 11 મે ના રોજ રાઉન્ડમાં
હતી ત્યારે ગંભીર હાદીયા વસાવા ત્યાંથી દશ લીલા વાસ ની એક ભારી ચોરી કરી લઈ જતા રાઉન્ડ માં ગયેલ ટીમના બીડગાર્ડ મિતેશ હરીશભાઈ કનોજીયા એ તેને અટકાવી કાયદેસર કાર્યવાહી કરવા જતા ગંભીર વસાવા ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારબાદ બીજે દિવસે આ બનાવ ની અદાવત રાખી ચૈતર દામજી વસાવા, ગંભીર હાદીયા વસાવા, ગંભીર નો પુત્ર,મણિલાલ વસાવા ,ગણેશ વસાવા સહીત બોગજ ગામના બીજા દસ થી પંદર વ્યક્તિઓ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ બીડગાર્ડ ના ફોરેસ્ટ ક્વાટર પર પણ જઈ ધમકી આપી હતી માટે આ બાબતે બીડગાર્ડ મિતેશ કનોજીયા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે બોગજ ગામના પાંચ સહીત અન્ય ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.તપાસ ડેડીયાપાડા પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે.
ત્રણ વ્યક્તિઓએ મને ઢીંકો અને તમાચા પણ માર્યા હતા જેમાં ચૈતર વસાવા ,ગંભીર વસાવા અને ગણેશ વસાવા નો સમાવેશ થાય છે એમ બીડગાર્ડ મિતેષ કનોજિયાએ ટેલીફિનિક વાતમાં જણાવ્યું હતું.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"