ન્યુ દિલ્હી,તા.૧૪
મધર્સ ડેનાં દિવસે જ્યારે દેશ અને દુનિયાનાં લોકો પોતાની માતાના યોગદાનને યાદ કરી રહ્યાં હતાં ત્યારે એક ચર્ચિત ટિવટર હેંડલથી વાંધાજનક ટ્વીટ કરાઈ. વોઈસ ઓફ રામ નામનાં ટિવટર હેંડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા પર કરવામાં આવેલી વાંધજનક ટ્વીટની લોકો નિંદા કરી રહ્યા છે. આ ટિવટર હેંડલ પરથી વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે કે, “જા નરેન્દ્ર મોદીની માએ અબોર્શન પર વિચાર કર્યો હોત તો આ ભારતના દરેક દીકરાને સારી ભેટ મળી હોત.” આ પોસ્ટ સાથે ઈંર્સ્ંરીજિડ્ઢટ્ઠઅ હેશટેગનો પણ ઉપગોય કરવામાં આવ્યો હતો.
આ ટ્વીટની ભરપૂર નિંદા થઈ રહી છે. ઘણાં યુઝર્સે આ ટ્વીટના જવાબમાં લખ્યું કે આ હેન્ડલનો ઉપયોગ માત્ર પીએમ મોદીની નિંદા માટે જ કરવામાં આવે છે. ઘણાં લોકોએ મહારાષ્ટ સરકારને આ ટિવટર હેન્ડલ ચલાવતા લોકો સામે કેસ નોંધવાની માંગ કરી છે. ટિવટર તરફથી વેરિફાય આ હેન્ડલનો એક ટીવી રિયાલીટી શોના હોસ્ટ અને પૂર્વ આપ આદમી પાર્ટી (છછઁ) સાથે જાડાયેલા રામ સુબ્રમણ્યમ ચલાવે છે. નોંધનીય છે કે આ હેન્ડલ પરથી વારંવાર મજાકવાળી ટિવટ કરવામાં આવે છે, પણ ઘણી વખત વાંધાજનક ટ્વીટને લઈને પણ ફરિયાદ થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





