આ કેસની આગામી સુનાવણી ૨૪મી મેના રોજ થશે
ન્યુ દિલ્હી,તા.૧૪
સુનંદા પુષ્કર મોત કેસમાં દિલ્હી પોલીસે ચાર વર્ષ બાદ આજે (સોમવારે) પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આઈપીસીની કલમ ૩૦૬ અને ૪૯૮(એ) અંતર્ગત દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સુનંદાના પતિ તેમજ કોંગ્રેસના નેતા શશિ થરૂરરના શકમંદ બતાવવામાં આવ્યા છે. ચાર્જશીટ પ્રમાણે, થરૂર શંકાના ઘેરામાં છે, પરંતુ તેની સામે પૂરતા પુરાવા નથી. આ કેસની આગામી સુનાવણી ૨૪મી મેના રોજ થશે.
પુષ્કરનો મૃતદેહ દિલ્હીની એક લક્ઝરી હોટલમાંથી ૧૭મી એપ્રિલ, ૨૦૧૪ના રોજ મળી આવ્યો હતો. મોતના એક દિવસ પહેલા પુષ્કરની પાકિસ્તાનની પત્રકાર મહેર તરાર સાથે ટિવટર પર શાબ્દિક યુદ્ધ થયું હતું. એ વખતે આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહેર તરાર સાથે શશી થરૂરને નજીકના સંબંધો છે.
શરૂઆતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઝેર પી લેવાને કારણે તેમનું મોત થયું હતું. તેમના લોહીમાંથી છઙ્મર્ડઙ્મટ્ઠદ્બ દવાનું પ્રમાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેમના મૃતદેહ પાસેથી ઊંઘની ગોળીઓ પણ મળી આવી હતી. આ કેસમાં તેમના પતિ શશિ થરૂરની પૂછપરછ પણ કરવામાં આવી ચુકી છે. બીજેપીના નેતા તેમજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં એસઆઈટીની દેખરેખમાં તપાસ કરવાની માંગણી કરી હતી. જાકે, દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





