મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં રાષ્ટ્રીય મૂળનિવાસી મહિલા સંઘ દ્રારા યોજાયા ધરણાં.

0
48

આજ રોજ ભરૂચના સ્ટેશન સર્કલ પાસે આવેલ ડો ભીમરાવ બાબાસાહેબ અંબેડકારની પ્રતિમા નજીક મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં રાષ્ટ્રીય મૂળનિવાસી મહિલા સંઘ તરફથી
એક દિવસીય ધરણાંનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારત દેશમાં હાલમાં મહિલાઓ પર રોજબરોજ થઈ રહેલા અત્યાચારો,બળાત્કાર,માર-પીટ, હત્યાઓ,અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે મોટી મહિલાઓ તો ઠીક હવે નાની બાળકીઓ પણ સુરક્ષિત નહિ હોવાના વિરોધમાં રાષ્ટ્રીય મૂળનિવાસી મહિલા સંઘ તરફથી ભારત દેશનાં ૫૫૦ જિલ્લાઓમાં આજ રોજ રાષ્ટ્ર વ્યાપી ધરણાંનાં કાર્યક્મોનું આયોજન કરવામાં આવેલ હતું.. જેનાં ભાગરૂપે ભરૂચ રેલ્વે સ્ટેશન ડૉ. બી. આર.આંબેડકરની પ્રતિમા પાસે સવારે ૧૧ થી સાંજના ૫ કલાક સુધી ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય મૂળનિવાસીના
મહિલા પ્રમુખ ગીતાબેન ગોહિલ, સહિત મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ હાજર રહ્યાં હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY