ગામ તળાવ ખોદવામાં ગેરનીતિ આચરી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

0
124

ભરૂચ તાલુકાના ત્રાલસી ગામ ખાતે ગામ તળાવ ખોદવા સરપંચ અને બીજા અન્યના મેળાપીપણામાં ખાનગી કંપની ટાટા બીપી કંપનીને કોન્ટ્રાક્ટ અને તેના દ્રારા પરવાનગી વિરૂધ્ધમાં વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરી છે જેવા આક્ષેપ આવેદનપત્ર પાઠવવા આવેલ ગ્રામજનોએ કર્યા હતાં.

આ તળાવ ગામની મધ્યમાં આવેલ હોઈ અને તળાવની આજુબાજુ કોઈ સેફટી દિવાલ પણ આવેલી ના હોઈ તળાવની આજુબાજુમાં રહેતા આદિવાસીઓ,વાલ્મિકી સમાજના લોકોના મકાનો તેમજ મંદિર અને પ્રાથમિક શાળા પણ આવેલી હોય ગેરકાયદેસર રીતે તળાવ ઊંડું કરવાથી ભવિષ્યમાં
કોઈ પણ મોટી જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લેશે.?

આ અંગે અગાઉ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને ખાણ ખનિજ ઓફીસમાં પણ ગ્રામજનો દ્રારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી તે છતાં પણ હજુ સુધી કોઈ પણ પગલાં તેઓની વિરુધ્ધ નહીં લેવાતાં આજ રોજ ગ્રામજનો દ્રારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY