રોડ રોજ કેસ : સિદ્ધુને ‘સુપ્રિમ’ રાહત,૧ હજારનો સામાન્ય દંડ જ ફટકારાયો

0
11

સિદ્ધુ બોલ્યા જ્યાં સુધી મારી અંદર લોહી છે, હું રાહુલ ગાંધીની સાથે
ન્યુ દિલ્હી,તા.૧૫
૩૦ વર્ષ જૂનાં રોડરેજ કેસમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી રહી છે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સામાન્ય મારામારીના આરોપમાં ગુનેગાર માન્યો છે. કોર્ટના ચુકાદા અનુસાર સિદ્ધુએ જેલમાં જવાની જરૂર રહેશે નહીં અને તેને માત્ર રૂ.૧૦૦૦નો દંડ લાગ્યો છે.
સિદ્ધુએ પોતાની અરજીમાં કÌšં હતું કે, તેઓ નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને ૨૪ એપ્રિલ સુધીમાં લેખિત જવાબ દાખલ કરવા માટે કÌšં હતું. મંગળવારે આ મામલે સુનાવણી કરવા દરમિયાન સિદ્ધુ તરફથી કહેવામાં આવ્યું કે, આ મામલે કોઇ પણ સાક્ષી સામે આવ્યો નથી. જેમની પણ જુબાની નોંધવામાં આવી છે તે પોલીસને સામે આવ્યા નથી. સાક્ષીઓના નિવેદનો પણ વિરોધાભાસી છે, જે મુખ્ય સાક્ષીઓ છે તેમના નિવેદનો પણ એકબીજાથી અલગ છે.
આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યુ છેકે, સિદ્ધુ તરફથી ચાવી કાઢવામાં આવી ન હતી. સિદ્ધુ તરફથી એવું કહેવામાં આવ્યું કે, શું તેઓ મેડીકલ એક્સપર્ટ હતા તો તેમને ખબર હશે કે તેમની હાલત કેટલી ગંભરી છે અને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં તેમની મોત થઈ હતી.
કર્ણાટકમાં કાંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. તેની સાથે જ તેમણે પાર્ટી અધ્યક્ષના પ્રત્યે પોતાની નિષ્ઠા પણ વ્યક્ત કરી છે. તેમણે કÌšં કે રાહુલ ભાઇ ઉભરી રહેલા નેતા છે. ૨૦૧૯ એક અલગ બાલ ગેમ હશે. તેની સાથે ગઠબંધન થઇ રહ્યાં છે. સિદ્ધુએ આગળ કહ્યુ કે સિદ્ધુ તેમની સાથે ઉભો રહેશે, જ્યાં સુધી મારી અંદર લોહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY