મ્યુનિ.ના અડાજણ ગાર્ડનમાં નળ જ નહીં હોય રોજના હજારો લીટર પાણીનો બગાડ

0
268

આગામી ઉનાળામાં પાણીની અછત સર્જાય તે માટે સુરત મ્યુનિ. તંત્ર લોકોને પાણીની બચત માટે ઉપદેશ આપી રહી છે. પણ મ્યુનિ. તંત્ર પોતે તેનો અમલ કરવામાં માનતી ન હોય તેવું લાગે છે. મ્યુનિ.ના અડાજણ જોગાણી નગર ગાર્ડનમાં બનાવાયેલી કેન્ટીનમાં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેન્ટીન સંચાલકોએ પાણીના કનેક્શનમાં નળ મુક્યો ન હોવાથી રોજ હજારો લિટર પીવાનું ચોખ્ખુ પાણી ગટરમાં વહી રહ્યું છે. તાપી નદી પર બનેલા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હોવાને કારણે આગામી ઉનાળામાં સુરતમાં પીવાના પાણીની તંગી સર્જાય શકે તેમ છે. સિંચાઈ વિભાગના પત્ર બાદ સુરત મ્યુનિ. તંત્રએ અત્યાર સુધીમાં લોકોને અપાતા પીવાના પાણીમાં ૧૦૦ એમ.એલ.ડી. (મિલિયન લીટર પર ડે) પાણીનો કાપ મુકી દીધો છે. આ ઉપરાંત લોકોને પીવાના પાણીની બચત કરવા તથા બિન જરૃરી પાણીનો ઉપયોગ નહીં કરવા માટેની સલાહ પણ આપવાની શરૂ કરી દીધી છે. જોકે, લોકોને સલાહ આપતું મ્યુનિ. તંત્ર ખુદ પાણીની બચત કરવામાં નિષ્ફળ નિવડયું હોય તેવા દ્રશ્યો જાવા મળી રહ્યાં છે. અડાજણ જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનમાં કેન્ટીન માટે અપાયેલા પાણીના જાડોણ પર નળ જ નથી. જેના કારણે જ્યારથી પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારથી સપ્લાય પુરો થાય ત્યાં સુધી રોજનું હજારો લિટર પીવાનપાણી સીધું ગટરમાં વહી રહ્યું છે. મ્યુનિ. તંત્ર ગાર્ડનમાં છોડવાને પાણી આપવા માટે ટર્શરી ટ્રીટમેન્ટના પાણીનું આયોજન કરી રહ્યું છે ઉપરાતં બિન જરૂરી બગાડ ન થાય તેનું ધ્યાન રાખે છે. તો બીજી તરફ કેન્ટીનના પાણીના કનેક્શનમાંથી રોજ હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. મ્યુનિ.ના પ્રોજેકટમાં જ પાણીનો આવો બગાડ હોવા છતાં તંત્ર જવાબદારો સામે પગલાં ભરતું ન હોવાથી મ્યુનિ.ની પાણી બચતની વાત માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. મ્યુનિ.ના અધિકારીઓની કોલર ટયુનમાં પાણી બચાવવાનો સંદેશ સુરતમાં ઉનાળા દરમિયાન પાણીની અછત પડે તેવી પુરેપુરી શક્યતા હોવાથી મ્યુનિ.ના તમામ અધિકારીઓના મોબાઈલની કોલર ટયુનમાં પાણીની બચતનો સંદેશ આપવામા આવે છે. ફિલ્મી ગીતો ગાનાર ઉષા મંગેશ્કરના અવાજમાં અધિકારીઓના મોબાઈલની કોલર ટયુનમાં પાણીની બચતનો સંદેશ આપવામાં આવે છે. જળ એ જ જીવન છે તેથી પાણીની બચત કરો તેવી ટયુન કોઈ પણ અધિકારીને ફોન કરો તો સાંભળવા મળે છે. પરંતુ આ ધુન માત્ર લોકો માટેની હોય તેમ મ્યુનિ.ના પ્રોજેકટમાં પાણીની બચત કરવામાં હજી પુરેપુરી સફળતા મળી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY