૨૦૦-૨૦૦૦ની ખરાબ અથવા ફાટેલી નોટો આરબીઆઈની શાખામાં જ બદલી શકાશે

0
12

ન્યુ દિલ્હી,તા.૧૫
જો તમારી પાસે કોઇ ૨૦૦ અથવા ૨૦૦૦ રૂપિયાની ખરાબ અથવા ફાટેલી નોટ હોય અને જો કોઇ તેને સ્વીકારી નથી રહ્યુ તો પરેશાન થવાની જરૂર નથી. તમે આ નોટોને રિઝર્વ બેન્કની કોઇ બ્રાન્ચ અથવા કોઇ કરન્સી ચેસ્ટ ધરાવતી કોઇ બેન્ક શાખામાં લઇ જાઓ. અહી તમે આવી નોટોને સરળતાથી બદલી શકો છો. જા નોટ બે કે તેથી વધુ ટુકડાઓમાં વિભાજીત થઇ ગઇ હોય તો તેને બદલવામાં થોડો સમય લાગી શકે છે કારણ કે તેના માટે રિઝર્વ બેન્કના નોટ રિફંડ રુલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
રિઝર્વ બેન્કનું કહેવું છે કે ઉધઇ લાગેલી કે બળી ગયેલી નોટો પણ બદલી આપવામાં આવશે પરંતુ શરત માત્ર એટલી છે કે નોટનો નંબર સુરક્ષિત હોવો જાઇએ. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક વિરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ માટે રેજેટ નોટિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે.
આ નિયમમાં ફેરફાર કરવા માટે અનેક સ્તર પર પરવાનગી લેવી પડે છે. તેમનું કહેવુ છે કે નોટ પર શાહી અતવા રંગ પણ લાગ્યો હોત તો પણ તેને બેન્કમાં બદલી શકાય છે. આવી નોટોને રિઝર્વ બેન્કની કોઇપણ શાખામાં અથવા કરન્સી ચેસ્ટ ધરાવતી શાખામાં જઇને બદલાવી શકાય છે.
જા કોઇ બેન્ક શાખામાં આવી નોટો સ્વીકારવાથી ઇનકાર કરવામાં આવે તો તમે રિઝર્વ બેન્કમાં ફરિયાદ કરી શકો છો, તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૦૦ની નોટો ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ થયેલી નોટબંધી બાદ જારી કરવામાં આવી હતી જ્યારે ૨૦૦ રૂપિયાની નોટ ઓગસ્ટ ૨૦૧૭માં જારી કરવામાં આવી હતી. ફાટેલી અથવા ખરાબ નોટોના એક્સચેન્જનો મામલો આરબીઆઇના નિયમો હેઠળ આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY