રાહુલ ગાંધી અને અમિત શાહ આમને સામને
ન્યુ દિલ્હી,તા.૧૭
ગુરૂવારે સવાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકની રાજકિય પરિસ્થિતિને લઈને ભાજપ પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધી ટિવટ કર્યું હતું કે ભાજપ જ્યારે પોકળ વિજયની ઉજવણી કરી રહ્યુ હશે ત્યારે ભારત લોકશાહીના પરાજયનો શોક મનાવી રહ્યુ હશે. રાહુલ ગાંધીના આ ટિવટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વળતો પ્રહાર કર્યો હતો. અમિત શાહે કહ્યુ હતું કે લોકશાહીની હત્યા તો ત્યારે જ થઈ ગઈ હતી જ્યારે કોંગ્રેસે જેડીએસ સાથે મળીને તકવાદી ગઠબંધન કર્યું.
અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યુ હતું કે કોંગ્રેસના અધ્યક્ષને પોતાની પાર્ટીનો ગૌરવશાળી ઈતિહાસ યાદ નથી. રાહુલ ગાંધીની પાર્ટીની પરંપરા ડરામણી રહી છે. ઈમરજન્સી, અનુચ્છેત ૩૫૬નો દુરૂપયોગ, અદાલતો, મીડિયા અને સિવિલ સોસાયટીની પ્રતિષ્ઠા ઝાંખી પાડવી તે કોંગ્રેસની પરંપરા રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ હતું કે ભાજપને ૧૦૪ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસની બેઠકો ઘટીને ૭૮ થઈ ગઈ છે. તેમના મુખ્યમંત્રી પણ મોટા અંતરથી હાર્યા છે. જેડીએસને ફક્ત ૩૭ બેઠકો જ મળી છે. તેના પરથી જ ખબર પડે છે કે જનમત કોની પાસે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






