મુંબઈ,તા.૧૭
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ જેડીએસ અને બીજેપી પોતાનું આખું જાર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે સરકાર બનાવવા માટે રમત રમાઈ રહી છે. કર્ણાટક બીજેપી વિધાયક દળના નેતા બીએસ યેદુરપ્પા Îવારા આજે સવારે રાજ્યના સીએમ પદની શપથ લેવામાં આવી છે. તેઓ ત્રીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.
શિવસેનાએ બીજેપી પર હુમલો કર્યો છે. શિવસેના સંસદ સંજય રાઉત Îવારા બીજેપી પર કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યુ કે બીજેપી સત્તા માટે ડર્ટી પોલિટિક્સ કરી રહી છે. તેમને કહ્યુ કે બીજેપી પાસે માત્ર ૧૦૪ સીટો છે. જયારે કોંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે. તેમ છતાં બીજેપી રાજ્યમાં ગંદી રાજનીતિ કરી રહી છે. તેમને જણાવ્યું કે કર્ણાટકમાં વિધાયકો પર દબાવ બનાવી ઈડી, આઇટી અને બીજી એજેન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સત્તાનો દુરુપયોગ છે. તેમને આગળ જણાવ્યું કે જેડીએસ વિધાયકોને ખરીદવા માટે જે ૧૦૦ કરોડ રૂપિયાનો આરોપ લાગ્યો છે તેને કારણે લોકતંત્ર ની છબી ખરાબ થયી છે. આપણે જણાવી દઈએ કે જેડીએસ નેતા કુમારસ્વામી Îવારા બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ તેમના વિધાયકોને ખરીદી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"