હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની જર્સી બદલવાની પરંપરાથી બધા થઇ ગયા હેરાન

0
38

ન્યુ દિલ્હી,તા.૧૯
આઈપીએલ ૧૧ની ૪૯મી સ્પર્ધામાં મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમો આમને સામને હતી. મુંબઇ માટે આ મેચ જીતવી કોઇ પણ સંજાગે જરૂરી હતી. જા એ લોકો આ મેચમાં હારી જતાં તો અહીંયા જ એમની કહાની પૂર્ણ થઇ જતી. મેચની શરૂઆત થઇ ટોસથી, પંજાબે ટોસ જીતી અને બેટિંગ કરવા મુંબઇને કહ્યુ. સૂર્યકુમાર યાદવ અને ઇવિન લુઇસે એેક શાનદાર શરૂઆત કરી. રનની ઝડપ વધારી પરંતુ એન્ડ્રયૂ ટાયની શાનદાર બેટિંગ આ મેચમાં પણ ચાલી અને એને મુંબઇના ૪ દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યા. પરંતુ તેમ છતાં મુંબઇએ ૧૮૬ રન બનાવી દીધા. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી પંજાબની ટીમમાં કેએલ રાહુલે ૯૪ રન કર્યા પરંતુ આ વખત ટીમને જીત અપાવી શકી નહીં અને મુંબઇએ આ ખૂબ જ નજીકથી અને રોમાંચક સ્પરિધા ૩ રનોથી જીતી લીધી. આ મેચનું પરિણામ કંઇ પણ રહ્યુ હોય પરંતુ આ મેચ બાદના એક દ્રશ્યે બધાનું દિલ જીતી લીધું.
ખૂબ જ રોમાંચક સ્પર્ધામાં જીત મુંબઇની થઇ પરંતુ આ મેચ બાદ હાર્દિક અને કેએલ રાહુલે એક અનોખી મિત્રતા વ્યક્ત કરી જેને રમત ભાવનાને એક વખત ફરીથી મજબૂત કરી દીધી.
વાસ્તવમાં મેચ બાદ આ બંને ખેલાડીઓએ એક બીજાની જર્સી પહેરી લીધી, ત્યાર બાંદ રાહુલે કહ્યુ કે હું અને પંડ્યા ખૂબ જ સારા મિત્રો છે. ફુટબોલ મેચમાં જર્સી બદલવાની પરંપરા છે એટલા માટે અમે પણ વિચાર્યું કે ક્રિકેટમાં પણ શરૂ કરવામાં આવે. એને કહ્યુ કે મેદાનમાં ભલે અમે એકબીજાને હરાવવા માટે રમતા હોઇએ પરંતુ અમે ખૂબ જ સારા મિત્રો છીએ. નોંધનીય છે કે આ મેચમાં જીતની સાથે મુંબઇ ટીમ માટે પ્લેઓફની આશા હજુ બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY