તિરુવનંતપુરમ્,
આમ તો દરેક વ્યકિતનો ભૂતકાળ અલગ અલગ હોય છે.ત્યારે કેટલીક વ્યકિતને ગમે તેવી સફળતા મળે છે પણ તેઓ તેમનો ભૂતકાળ ભૂલતા નથી. આવી જ એક ઘટનામાં એક સમયે મિકેનિકનું કામ કરતા કેરળના જ્યોર્જ આજે વિશ્વની સૌથી મોંઘી બિલ્ડિગના માલિક છે અને તેમાં ૨૨ ફલેટ છે. અને આજે કેટલીક કંપનીઓના માલિક પણ છે. આવી સફળતા બદલ તેમણે જણાવ્યું હતું કે આવી સફળતા સતત પરિશ્રમથી મળી છે. અને તેથી જ હું હંમેશાં ઊંચાં સ્વપ્નો જ જોઉં છું અને આવાં સ્વપ્નો જોવાનું બંધ પણ નહિ કરું.
જ્યોર્જે વધુમાં જણાવ્યું હતું કે જા મને સારા સોદા મળશે તો હજુ પણ વધુ ફલેટની કે બિલ્ડિગની ખરીદી કરીશ. ઉદ્યોગપતિ જ્યોર્જ જિઓ ગ્રૂપ ઓફ કંપનીના સ્થાપક છે. જે મિડલ-ઈસ્ટની સૌથી મોટી કંપનીમાંથી એક કંપની ગણાય છે. તેમનું માનવું છે કે કોઈ પણ બાબત અશક્ય નથી.
કારણ દરેક અસંભવ ચીજ સંકલ્પ અને સતત મહેનત બાદ શક્ય બની જાય છે. જ્યોર્જ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના બીજા સૌથી મોટા શેરહોલ્ડર છે. તેમાં તેમની ૧૪ ટકા ભાગીદારી છે. આ એરપોર્ટ ભારતમાં પીપીપી(સરકારી અને ખાનગી ભાગીદારી) મોડલ હેઠળ બનનારું પ્રથમ એરપોર્ટ છે.
કેરળ સરકાર પણ તેમાં સૌથી મોટી શેરહોલ્ડર છે. શરૂઆતમાં આ એરપોર્ટમાં કોઈ રોકાણકારોએ રસ દાખવ્યો ન હતો. પરંતુ જ્યોર્જને તેની જરૂર હોવાનો અહેસાસ હતો. કારણ ત્યાથી સીધી ફલાઈટ ન હોવાથી તેઓ તેમના પિતાની અંતિમ સંસ્કારમાં પહોંચી શક્યા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





