આજે વહેલી સવારે ભરૂચના થામ ગામ પાસે એક આઈસર ટેમ્પો નંબર જીજે.૦૪.એક્સ.૫૪૭૧ ના ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો ધડાકા ભેર ઝાડ સાથે ભટકતા અંદર બેઠેલ એક વ્યક્તિનું ઘટનાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જયારે અંદર બેઠેલ અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત થતાની સાથેજ ઘટના સ્થળેથી ટેમ્પાનો ચાલાક ફરાર થઈ ગયો હતો.જે અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકે કરતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"