અંકુશરેખા પર પાકિસ્તાનનો ફરી ગોળીબાર : જવાન સહિત ૫ મોત

0
14

રમઝાન મહિનામાં જ સતત ત્રીજા દિવસે અંકુશરેખા ઉપર ભારતીય ચોકીઓ અને નાગરિક વિસ્તારમાં પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : સ્થિતિ વિસ્ફોટક
શ્રીનગર,તા. ૧૮
રમજાનના પવિત્ર મહિના દરમિયાન ત્રાસવાદીઓ સામે કોઇ પણ ઓપરેશન હાથ નહીં ધરવાની જાહેરાત ભારત સરકારે કરી હોવા છતાં પાકિસ્તાની સેના પર તેની કોઇ અસર થઇ નથી. પાકિસ્તાને સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાનના કૃત્યોના કારણે ફરી એકવાર સાબિત થઇ ગયુ છે કે તે હિંસાને જારી રાખવા માટે ઇચ્છુક છે.પાકિસ્તાની સૈનિકોએ આજે જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરોમાં અંકુશરેખા પર ભારતીય ચોકીઓ ઉપર ભીષણ ગોળીબાર કર્યો તો. આરએસપુરા, વિશ્વનાથ અને અરણિયા સેક્ટરમાં ભારતીય ચોકી ઉપર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ચાર નાગરિકો અને બીએસએફના એક જવાનનું મોત થયું છે. જ્યારે બીએસએફના એક ઓફિસર સહિત અન્ય ૧૨ લોકો પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરની યાત્રા પહેલા સતત ત્રીજા દિવસે પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. વડાપ્રધાન આવતીકાલે જમ્મુ કાશ્મીર પહોંચનાર છે. બીએસએફના એક અધિકારીએ કહ્યું છે ક, પિટ્ટલ બીઓપી ખાતે બીએસએફના એએસઆઈને ગોળીબારમાં ઇજા થઇ હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરએસપુરા અને અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ ભીષણ ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તોને અહીં હોસ્પિટલ ખસેડાયા હતા. બુલેટપ્રુફ વાહનોમાં ઘાયલ લોકોને ખસેડવામાં આવ્યા હતા. અરણિયા સેક્ટરમાં પાંચ ઘાયલ થયા હતા. આરએસપુરામાં બે ઘાયલ થયા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આરએસપુરા સેક્ટરમાં નિવાસીઓને પાકિસ્તાનના વારંવાર ગોળીબારના કારણે તેમના ઘરમાંથી અન્યત્ર ખસી જવાની ફરજ પડી છે. બીએસએફના કોન્સ્ટેબલ સીતારામ ઉપાધ્યાયનું જમ્મુ કાશ્મીરમાં આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મોત થયું હતું. બીએસએફે જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગુરૂવારે મોડી રાત્રે ફરી એકવાર ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના એક જવાને પ્રાણોની આહુતિ આપી હતી. જા કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ બાંદીપુરાના હાજિન સેક્ટરમાં ૧૩ રાષ્ટ્રીય રાઇફલની એક પેટ્રોલિંગ ટીમ પર કેટલાક ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવામાં આવ્યા બાદ સાવધાન થયેલા સુરક્ષા દળોએ રાત્રી દરમિયાન જોરદાર તપાસ ઓપરેશન હાથ ધર્યુ હતુ. પાકિસ્તાન તરફથી રમજાન માસમા પણ અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની રેન્જરો દ્વારા બુધવારના દિવસે રાત્રિ ગાળા દરમિયાન ૧૫ સરહદી ચોકી ઉપર ગોળીબાર કર્યો હતો. કેટલાક આવાસી વિસ્તારમાં પણ ગોળીબાર કરાયો હતો. મોર્ટાર પણ ઝીંકવામાં આવ્યા હતા. જેમાં બીએસએફના એક જવાનને ઇજા થઇ હતી. સાંબા અને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ૧૦થી ૧૫ સરહદી ચોકી ઉપર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં બીએસએફના એક જવાનને ઇજા પણ થઇ હતી. સાબાં સેક્ટરમાં ૧૫મી મેના દિવસે પાકિસ્તાની જવાનોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો.અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શરતી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી દ્વારા રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન ખીણમાં એકબાજુની યુદ્ધવિરામની અપીલને શરતી મંજુરી મોદી સરકાર દ્વારા આપી દેવાઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY