કર્ણાટક માં ભાજપા દવારા બંધારણ નું અપમાન કરવામાં આવી રહ્યું છે : કોંગ્રેસ 

0
36

રાજપીપલા ગાંધી ચોક ખાતે કોંગ્રેસી કાર્યકરોનો ધારણા પ્રદર્શન, જિલ્લા કલેકટર ને આવેદન

રાજપીપલા : દેશમાં હાલ કર્ણાટક માં કોણ સરકાર બનાવશે જેનાપર દેશવાસીઓની મીટ મંડાયેલી છે એટલુંજ નહિ બહુમતી નહિ હોવા છતાં રાજ્યપાલે પોતાનાં પક્ષ ની તરફેણ કરવા ભાજપને સરકાર રચવા આમંત્રણ આપવું, મુખ્ય મંત્રી એ શપથવિધિ લેવી સહિતની બાબતો ને લઈને કોંગ્રેસ નારાજ છે અને કોંગ્રેસ ના ધારાસભ્યોને તોડવાની ખરીદી કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસે તમામ જિલ્લા મથકોમાં એક વિરોધ નોંધાવ્યો, કેમ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે ગાંધી ચોક ખાતે ધારાસભ્ય પી.ડી.વસાવા ની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપ પ્રમુખ જયંતીભાઈ વસાવા, માઇનોરિટી સેલ પ્રમુખ ઈમ્તિયાઝ કાદરી, પાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવા, શહેર પ્રમુખ યાવરખા ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રૂચિકાબેન વસાવા, જિલ્લા મહિલા ઉપ પ્રમુખ સુમિત્રાબેન રાઉલજી, નાંદોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રકાશ વસાવા, એસ.સી.સેલ ના જીગ્નેશ કોન્ટ્રાક્ટર, જિલ્લા પંચાયત ના સદાય કપૂર ભીલ, સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. અને વિરોધ કરી જિલ્લા કલેકટર ને આવેદન આપ્યું હતું।

આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે આજે દેશમાં કર્ણાટક સરકારને લઈને ભાજપાએ બંધારણ નું અપમાન કર્યું છે, એક રાજ્યપાલ તરીકે વજુભાઇ વાળા એ પણ ગરિમા જાળવી નથી, બસ આ રીતે ભાજપ દાદાગીરી અને પૈસાના જોરે લોકોને ખરીદી રહ્યા છે અને પિતાની મનમાની કરી રહ્યા છે. જે જનતા આગામી ચૂંટણીઓમાં જવાબ અપાશે ની વાત કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY