સરકારી હોસ્પિટલોમાં દવાની અછત..! રૂપાણીને બદનામ કરવાનો ખેલ?

0
47

ગુજરાતના મુખ્યમત્રી રાજ્યના લોકોની સુવિધા માટે વિવિધ વિકાસ કામો તેમજ નવી યોજનાઓ લાવી તેને અમલમાં મૂકે છે. પરંતુ તેમના માટે ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે. જેમાં રાજ્યના લોકોને ‘મા અમૃતમ્‌ કાર્ડ’ આપી લોકોને સરકારે નક્કી કરેલ દવાખાનામાંથી મફ્ત દવા મળી રહે તેનું આયોજન કર્યું. પણ સિવિલ હોÂસ્પટલ સહિત રાજ્યના સરકારી દવાખાનાઓમાં અનેક રોગોની દવા જ મળતી નથી તો સરકારે ૧૦૨ જન ઔષધિ સ્ટોર જેનરિક દવાના સ્ટોર બનાવ્યા જેમાં લોકોને સસ્તા દરે ઉત્તમ ક્વાલિટીની દવાઓ મળી રહે પરંતુ અહીં પણ કેટલીક જરૂરી દવાઓ જ મળતી નથી આ બધું છેલ્લા ચારેક માસથી બનવા લાગ્યું છે. તો તળાવો ઊંડા કરી જળસંગ્રહ કરવાની જળસંચય યોજના યુધ્ધના ધોરણે ઢોલ-ત્રાંસા વગાડી મસ મોટા પ્રસાર-પ્રચાર સાથે રાજ્યભરમાં શરુ કરાવી પણ આજની તારીખે સરકારી લક્ષ્ય પૂરું થયું નથી માત્ર ૩૦ ટકા જેટલું જ કામ થયું છે. મંથર ગતિએ ચાલતા આવા કામથી ગુજરાતના નાથ-સર્વ સત્તાધિશ અકળાયા છે અને અધિકારીઓની ખબર લઈ નાંખી છે પણ શા કારણે જળસંચયના કામો કાચબા ગતિએ ચાલે છે કે રાજ્યના સરકારી હોસ્પિટલો દવાખાનાઓમાં કે જનઔષધિ મેડિકલ સ્ટોરમાં દવાઓ નથઈ મળતી તેની પણ જાણ આરોગ્ય વિભાગને હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી ત્યારે સવાલ ઉઠવા પામે છે કે શું રૂપાણીને બદનામ કરવા માટે આ રીતે બધું થઈ રહ્યું છે કે પછી રૂપાણી વિરોધીઓ આ રીતે સરકારી કામગીરીમાં અવરોધ રૂપ બનવા લાગ્યા છે.
રાજ્યમાં ભાજપા સરકારનું રાજ્યભરમાં ગરીબ-મજૂર મધ્યમવર્ગને રાહત દરે જરૂરી દવાઓ મળી રહે તે માટે ૫૦૦ જન ઔષધિ મેડિકલ સ્ટોર ઊભા કરવાની ગાઈ-વગાડીને મોટી મોટી જાહેરાતો પ્રસાર-પ્રચાર કર્યા હતા અને આ બધી જાહેરાત ચૂંટણી સમયે કરી હતી પરંતુ માત્ર ૧૦૨ જન ઔષધિ સ્ટોર જ સરકાર ઊભા કરી શકી. હજુ ૩૯૮ સ્ટોર ખોલવાના બાકી છે ત્યાં તો છેલ્લા દોઢેક વર્ષથી ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને આ જન ઔષધિ સ્ટોરમાં અનેક જેનેરિક દવાઓ મળવાનું બંધ થઈ ગયું છે. તો હવે પાકી ખોલવામાં આવનાર જન ઔષધિ મેડિકલ સ્ટોરોનું શું થશે. જા કે આવા સ્ટોર ખોલવા કોઈ આગળ આવતું નથી તે પણ આશ્ચર્યની બાબત છે. તો બપીજી તરફ રાજ્યની કોઈ પણ સિવિલ હોÂસ્પટલો કે સરકારી દવાખાના કે હેલ્થ સેન્ટરોમાં જાવ ત્યાં પણ વરવી હાલત છે. ગરીબ સામાન્ય વર્ગના દર્દીઓ માટે જરૂરી જાઈતી અનેક દવાઓ મળતી જ નથી જેથી બહારથી ખરીદવા મજબૂર બને છે. જન ઔષદિ સ્ટોરમાં જાય તો ત્યાં પણ ડો.એ લખેલ આવી દવાઓ મળતી જ નથી પરિણામે દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલ કે દવાખાનાઓનો આશરો લેવો પડે છે ત્યારે થાય છે કે સરકાર કે સરકારી તંત્ર ગરીબ-સામાન્ય વર્ગની હાંસી ઉડાવે છે,દર્દીઓની મજાક કરે છે.
બીજી તરફ રાજ્ય સરકારે રાજ્યમાં ભવિષ્યે પાણીની તંગી ના પડે,જળસંગ્રહ થાય તે માટે રાજ્યભરના તળાવો ઊંડા કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે. જે-તે વિસ્તારમાં તળાવો પર જેસીબી અને ડમ્પરોની લાઈનો લગાવી દેવાઈ છે તો સ્થાનિક વિસ્તારનો ટ્રેક્ટરો પણ ખડકાવી દેવાયા તે સાથે ખુદ મુખ્યમંત્રી,મંત્રીઓ,ધારાસભ્યો પણ તળાવને ઉંડા કરવાના કામમાં જાડાયા એટલે સ્થાનિકોનો ઉત્સાહ વધ્યો. સરકારી તંત્ર પણ દોડવા લાગ્યું અને રૂપિયા ૧૨ કરોડની જાહેરાતો પણ કરી પ્રચાર-પ્રસારનો જારદાર મારો ચાલ્યો,કોઈ પણ દૈનિક ખોલો તો તળાવો ઊંડા કરવાની કામગીરી,જાતરાયેલા મંત્રીઓ ધારાસભ્યો અને મશીનરીના રંગબેરંગી ફોટાઓથી ભરચક બની રહ્યા, તેમાં પણ કેટલું પાણી સંગ્રહ થશે, કેટલી માટી હટાવી,જમીનના તળાવમાં પાણી ઊતરશે જમીન ફળદ્રુપ થશે. લોકોને પાણીની તકલીફ નહીં રહે ના વિવિધ સમાચાર અને લેખો છપાયા લોકોમાં આનંદ વ્યાપી ગયો. કેટલીક એનજીઓએપણ સહયોગ આપવાની વાત કરી પરંતુ જ્યાં મંત્રીઓ- નેતાઓ કામના સ્થળેથી ગુમ થયા તે સાથે જ સરકારી બાબુઓ પણ ગુમ થઈ ગયા. માત્ર રહ્યા મજૂર વર્ગ કે સ્થાનિક ઉત્સાહી વર્ગના લોકો..પરિણામે કામમાં ઢીલાશ આવી ગઈ,મંથર ગતિએ કામ થતાં લોકો પણ શંકા કરવા લાગ્યા કારણ હાલ જે રીતે તળાવો ઊંડા,પહોળા કરવાની કામગીરી ચાલે છે તે જાઈએ તો બે-ત્રણ વર્ષે તળાવોની કામગીરી પૂરી થાય. આ અંગેની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચતા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને તાકીદ કરી છે. પણ મૂળ વાત એ છે કે મુખ્યમંત્રી રૂપાણી જે કામ ઉપાડે છે તેને અવરોધવા રોડા કોણ નાંખે છે કે કઈ બોલી તેઓ નિષ્ફળ જાય તેમ ઈચ્છે છે તે સવાલ ઉઠવા પામ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY