એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એ.વી.કાટકડ નાઓને અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામે રહેતા રોહીત ઉર્ફૅ રુસીયો ભલજીભાઇ ઉર્ફૅ હેમસીંગ રાઠવા તથા પોપટભાઇ ધનસુખભાઇ રાઠવા નાઓ મધ્યપ્રદેશમાથી વિદેશી દારુ મંગાવી બોલેરો પીકપ ગાડીમા ભરી તેઓ પોતે પીકપ ગાડી નં. GJ-20-V-0991 નું પોતાના કબજાની સ્કોરપીઓ ગાડીથી પાઇલોટીંગ કરી કઠીવાડા થી મીઠીબોર થઇ ફાંગીયા ફાટક થી સાગટાળા કેળકુવા થઇ મોટા અમાદ્રા ગામના ટીનીયાભાઇ કાદવાભાઇ રાઠવા નાને આપનાર હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે ભીખાપુરા ગામે મુવાડા રોડ ઉપર વોચ નાકાબંધીમા ગોઠવાઇ ગયેલ દરમ્યાન થોડીવારમા ઉપરોકત વર્ણનવાળી ગાડીઓ આવતા આગળ સફેદ કલરની સ્કોરપીઓ ગાડી જેનો નંબર ખબર નથી તેને રોકવા જતા તે રોકાયેલ નહિ અને ત્યાંથી નાસી છુટેલ તેની પાછળ આવતી એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નં. GJ-20-V-0991 ની આવતા તેને કોર્ડન કરી રોકી પકડી પાડેલ તેમા બેઠેલ ડ્રાઇવર પોતે પોતાનું નામ હિંમતભાઇ બાબુભાઇ રાઠવા રહે.મીઠીબોર ડબકીયા ફળીયા તા.જી.છોટાઉદેપુર નો હોવાનું જણાવેલ બોલેરો પીકપ ગાડીના પાછળના ડાલાના ભાગે જોતા ઇંગ્લીશ દારૂના બોક્ષમાં પ્લાસ્ટીકના કવાટરીયા કુલ નંગ-૧૧૫૨૦ કિ.રૂ.૨,૩૦,૪૦૦/- તથા બોલેરો પીકપની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૭,૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી તથા સહ આરોપીઓ વિરૂધ્ધ કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ છે.
આમ છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. દ્વારા રાત્રીના વખતે અંતરયાળ વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરા-ફેરી કરતા પ્રોહી બુટલેગરોની નવી નવી યુકિત પ્રયુક્તિઓનો પર્દાફાસ કરતા પ્રોહી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
પ્રેસ રિપોર્ટર નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







