સારુ થયુ મોદી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયો છે : આતંકવાદી મસૂદ અઝહર

0
8

ન્યુ દિલ્હી,તા.૨
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે એક વાર ફરી હિંદુસ્તાન સામે ઝેર ઓકિયું છે. મસૂદ અઝહરે એક નવો ઓડિયો રજૂ કર્યો છે જેમાં તે ભારત અને વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. મસૂદે જણાવ્યું કે જા પાકિસ્તાની સરકાર તેમના પર લગાવેલો પ્રતિબંધ દૂર કરે, તો તેના કાશ્મિરી મુજાહિદ્દીન હિંદુસ્તાનને પાઠ ભણાવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં જે રીતે ભારત તરફથી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી અને ઉગ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તેને લઈને આતંકીઓના સરદારોમાં ફફડાટ જાવા મળે છે. એટલા માટે જ હવે આતંકીઓના આકાઓ તેમની ભડાસ આ રીતે કાઢી રહ્યા હોવાનું જાવા મળે છે.
નવી ઓડિયોમાં મસુદ અઝહરે જણાવ્યું કે સરકાર ૬ મહિના માટે તમામ પ્રતિબંધો હટાવે તો અમે ભારતને તેની જ ભાષામાં જવાબ આપીશું. હિંદુસ્તાન ધમકી આપે છે, પણ પોતે પણ ભય હેઠળ જીવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થવાની વાતચીતના પ્રયાસો પર પણ મસૂદ અઝહરે ટિપ્પણી કરી જણાવ્યું કે ભારતની તાકતવર લોબીના દબાણમાં જ પાકિસ્તાનની સરકાર ભારત સાથે વાત કરે છે.
વડાપ્રધાન મોદી પર હુમલો કરવા અંગે તેમણે જણાવ્યું કે સારું થયું કે મોદી ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયા છે. ભારતના સેનાના પ્રમુખ વિશે ત્નીસ્ના વડાએ જણાવ્યું કે હવે મોદીએ આર્મી ચીફને આગળ કરી દીધા છે, તેઓ પાકિસ્તાનને ધમકીઓ આપી રહ્યા છે. અમે હિંદુસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ નથી ઇચ્છતા, અમારૂ મુજાહિદ્દીન માત્ર હિન્દુસ્તાનને પાઠ શીખવે છે.
તેણે જણાવ્યું કે પાકિસ્તાનની જૂની ભૂલોને લીધે હિંદુસ્તાનના હૌસલાઓ બુલંદ થયા છે. જિહાદ-એ-કાશ્મીરે ભારતને વારંવાર પરાસ્ત કર્યું છે, તેથી હવે ભારત યુદ્ધની ભૂલ કરી શકશે નહીં. ભારતમાં ચાલી રહેલી સર્જિકલ સ્ટ્રાઇક પરની ચર્ચાને પણ મસૂદ અઝહરે પોતાના ઓડિયોમાં મુદ્દો બનાવ્યો હતો. તેણે જણાવ્યું કે હિન્દુસ્તાન પોતાના લોકોનું સાહસ યથાવત રાખવા ખોટી સર્જિકલ સ્ટ્રાઇકનો સહારો લઇ રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY