નર્મદા જિલ્લા માં કચરો વીણી પેટિયું રડતા બાળકો ની સંખ્યા કેટલી…?!રમવા કુદવાની કે ભણવાની ઉંમરે મોંઘવારી માં પરિવાર ની આર્થિક સ્તિથી ને પોહચી વળવા કામ કરતા આવા બાળકો નું શું ભવિષ્ય…?
એક તરફ બાળ મજૂરી વિરુદ્ધ કાયદો બન્યો છે ત્યા્યારે આવા નાના નાના ટાબરિયાઓ કચરા માંથી ભંગાર વીણી પેટિિયું રડતા જોવા મળે છે એ આપણા દેશ ની કમનસીબી ની બોલતી તસવીર છે
રાજપીપળાા: નર્મદા જિલ્લા્લાના રાજપીપળા સહીત ના ઘણા ગામોમાં નાના બાળકો પોતાના પરિવારની આર્થિક સ્તિથીને પોહચી વળવા પોતાનું બાળપણ દાવ પર લગાવી અભ્યાસ કેે રમવાા કુદવાનો ત્યા્યાગ કરી રોજી મેળવવા મથાામણ કરતા જોવા મળે છે ત્યારે રાજ્ય માં કે કેન્દ્ર માં ગમે તે સરકાર સત્તા પર હોય પરંતુ આવા બાળકો નું ભવિષ્ય અન્ધકારમય જ જોવા મળતું હોય છે આમ તો બાળ મજૂરી કરવી કે કરાવવી એ ગુનો બને છે માટે કોઈ લારી ગલ્લા કે દુકાન ના વેપારીઓ કાયદાના ડરે નાના બાળકો ને કામ પર લેતા નથી માટે આવા બાળકો સ્વબળે પોતાના સ્વમાન ની ચિંતા છોડી આમ કચરો વીણવા કે ભંગાર વીણવા જેવા અનેક કામો કરી પરિવારને મદદરૂપ થાય છે અને જ્યાં જ્યાં આવા દ્રશ્યો જોવા મળે છે ત્યાં ત્યાં આપણા દેશ ની આ કમનસીબી ના દર્શન થાય છે.
પી એમ મોદી વિદેશો માં ફરી વિદેશી નીતિ અપનાવવા ની વાતો કરી ઓનલાઇન સહીત ની અનેક પદ્ધતિ નો અમલ કરવા તત્પર છે પરંતુ વિદેશો માં બાળકો આવા કામ કરતા કદાચ એમને જોવા નહિ મળ્યા હોય ત્યારે વિદેશી નીતિ અમલ કરતા પેહલા આવા લાચાર બાળકોનું બાળપણ ન છીનવાય એ દિશા માં પ્રયાસ જરૂરી જણાય છે…રાજપીપળા એસ ટી ડેપો પાસે પોતાના વડીલ સાથે કચરા માંથી ભંગાર એકઠું કરવા મદદરૂપ થતા ત્રણ નાના ભૂલકાઓ અમે તસ્વીરમાં કેદ કર્યા છે જે એમની કમનસીબીની બોલતી તસ્વીરના દર્શન કરાવે છે.ત્યારે એમ કેહવું યોગ્ય રહેશે કે યે હે મેરા ઇન્ડિયા…?! અથવા યહી હૈ ઇન્ડિયા…?!
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





