જીવિત પકડાયેલ આતંકીનો ખુલાસો,નવા યુવાઓને બે વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે

0
18

શ્રીનગર,તા.૨૮
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ૨૦ માર્ચે સેનાના એક ઓપરેશન દરમિયાન પકડાયેલા આતંકી જૈબુલ્લાએ જમાત-ઉદ-દાવા વિશે મોટા ખુલાસાઓ કર્યા છે. જૈબુલ્લાહે જણાવ્યું કે કેવી રીતે હાફિઝ સઈદ અને જકીઉર લખવી જેવા આતંકીઓ યુવાનોને કેવી રીતે આકર્ષિત કરે છે અને કેવી પરિસ્થિતિમાં તેમને ભારત વિરુદ્ધ લડાઈ માટે તૈયાર કરે છે.
જૈબુલ્લાહે જણાવ્યું કે, નવા યુવાઓને લગભગ બે વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ પ્રક્રિયા પર નજર રાખવા માટે સતત લેયરની હાઈરાર્કી થાય છે. આ લોકોને ખૈબર પખતુનખવાના જંગલો, મુજફ્ફરનગર અને મુદ્રિકેના રીજનલ સેન્ટર સહિત સાત સ્થાનો પર ટ્રેનિંગ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ મહિનામાં જૈબુલ્લાહ પોતાના પાંચ અન્ય સાથીઓની સાથે ભારતીય સરહદમાં હુમલાના પ્લાનિંગ હેઠળ અહીં આવ્યો હતો, તેના બાકીના સાથીઓને એકાઉન્ચરમાં ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે પોતે જીવતો પકડાયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા.
નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા તેમની પુછપરછમાં જૈબુલ્લાહે જણાવ્યું કે, આ એક ખુલ્લું નિમંત્રણ હોય છે. જમાતના નેતા ૧૫-૨૦ વર્ષના પાકિસ્તાની યુવાઓને જેહાદનો હિસ્સો બનાવીને અને પોતાના દેશ માટે બલિદાન આપવા માટે બોલાવે છે. તેમનું નામ, સરનામું અને ફોન નંબર નોંધવામાં આવે છે. સાત લેવલની હાઈરાર્કીમાં સૌથી ઉપર હાફિઝ સઈદ પોતે છે પરંતુ ત્યાં તેનું નામ આમિર સાહેબ અને આમિરે-મસગર છે. હાફિઝની નીચે ઝોનલ ડિસ્ટ્રિક્ટ, તહસીલ, ટાઉન અને સેક્ટર લેવલ પર ભરતી કરવામાં આવે છે. તેમાં ટ્રેનિંગ આપનારને મસૂલ અને સૌથી નીચા લેવલવાળાને કાકરૂન કહેવામાં આવે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY