મેરેથોન મા ભારત ઉપરાંત થાઇલેન્ડ , ચાઇના , ઇન્ડોનેશિયા , જોર્ડન ,અને જર્મનીના યુવાનો દોડયા
રાજપીપળા:
જર્મની મા આવેલ સ્વેરીન ખાતેઅલગ પ્રકાર ની મેરેથોન દોડ યોજાઈ હતી પોતાના દેશ માટે ની દોડ જેમા આખું સ્વેરીન પોતાના દેશ માટે દોડ્યું .આ દોડ પાછળ બીજો એક એ પણ હેતુ અને સંદેશ હતો કે જીવનની દોડ મા ક્યારેય પાછળ ન રહી જવાય .આ દોડપાછળ દેશ નું પણ ગૌરવ વધે , દેશ પ્રત્યે અભિમાન જાગે , અને દેશ ની પ્રગતિ થાય તેવી યુનિટી ની ભાવના સાથે જર્મની ના સ્વેરીન સિટી મા તાજેતર મા મેરેથોન દોડ યોજાઇ હતી .જેમાંસ્કૂલ કોલેજ ના બાળકો થી માંડીને કોલેજ ના વિધ્યાર્થીઓ સહિત મોટેરા ઓ સહિત આખું સ્વેરીનની પ્રજા દોડી હતી.

આ માટે સ્વેરીન ખાતે આવેલ એફએચએમ યુનિવર્સિટી ના વિવિધ દેશો માંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિધ્યાર્થી ઓ ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું .જેમાં આ યુનિવર્સિટી મા અભ્યાસ કરતા થાઇલેન્ડ , ચાઇના , ઇન્ડોનેશિયા , જોર્ડન , જર્મની અને ભારત ના વિધાર્થીઓપણ જોડાયા હતા .આ વિધ્યાર્થીઓ એ જર્મની ઉપરાંત પોતાના દેશ નું પણ પ્રતિનિધિત્વ કર્યુ હતું જેમાં ભારત માટે ગુજરાત નર્મદા ના રાજપીપળા નો સાર્થક જગતાપ પણ દોડ્યો હતો .રાજપીપળા ના સાર્થક જગતાપે ભારત નું પ્રતિનિધિત્વ કરી ગુજરાત નું પણ ગૌરવ વધાર્યુ હતું સાર્થક અંદર 19મા નવમા મા ક્રમે આવ્યો હતો .રાજપીપળા નો સાર્થક હાલ જર્મની ના સ્વેરીન ખાતે એફએચએમ યુનિવર્સિટી મા ઓટોમોબાઇલ ડિગ્રી ઇજનેરી નો અભ્યાસ કરી રહ્યો છે .સાર્થક ના જણાવ્યા અનુસાર હું મારા દેશ ભારત નું પ્રતિનિધિત્વ કરતા ગૌરવ અનુભવું છું .સ્વેરીન ના ઓલ્ડ ટાઉન એ એમ માર્કેટ પાસેથી દોડ શરૂ થઇ હતી .જેમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો .જે મા વિવિધ વય કેટેગરી મા 1.6 કી .મી ,
5,10, 15,અને 20કી .મી .ની ભાઈઓ તથા બહેનો ની મેરેથોન દોડ યોજાઇ હતી .જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ , દ્વિતીય અને ત્રુતિય વિજેતા ઓ ને મેડલ અને પ્રાઇઝ અને ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને ટી શર્ટ અને પ્રમાણપત્ર અપાયા હતા .
આ યુનિવર્સિટી ના વિવિધ દેશો ના 50જેટલા પસંદગી પામેલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો .અત્રે ઉલ્લેખનીય છેં કે આ યુનિવર્સિટી ના સ્પોર્સ્ટ મેનેજ્નેન્ટ દ્વારા એડવાન્સ મા પ્રેક્ટિસ કરાવાવ મા આવી હતી .આ દોડ સ્પર્ધા દરમ્યાન પોલીસ બંદોબસ્ત , વાહનો સાથે ડોક્ટર્સ ની ટીમ , પ્રાથમિક સારવાર , દવાઓ તથા પાણી જ્યૂસ ની વ્યવસ્થા કરવામાં આવીહતી .સાર્થકે મેરેથોન દોડ મા ઉત્સાહ ભેર ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતનું પણ ગૌરવ અનુભવ્યુ હતું .
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





