ખુદ ફરિયાદી આરોપી નીકળ્યો એલ સી બી અને એસ ઓ જી ની ટીમે સફળતા પૂર્વક ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી સફળ ઓપરેશન પાર પાડ્યું
રાજપીપળા:
ડભોઈ તાલુકાના મંડાળા ગામની માં શક્તિ કોટન મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ફરિયાદી કિશોર તારાચંદ શર્મા ડભોઈ થી બાઈક પર વિમલના થેલામાં 10 લાખ રૂપિયા રોકડા લઈ રાજપીપલા આવતા હતા તે સમયે પોઇચા રાજપીપલા હાઇવે પર પોચતાજ પાછળ થી બાઈક પર આવતા બે યુવાનો એ ફરિયાદીની બાઈકને લાત મારતા તે રોડ પર પડી જતા બંને લૂંટારાઓ 10 લાખ લઈને નાસી છૂટ્યા હોવાની ફરિયાદ કિશોર શર્મા એ રાજપીપલા પોલીસ સ્ટેશને આપતા પોલીસેે ગુનો નોંધી બે અજાણ્યા બાઈક પર આવેલા લૂંટારા ની શોધખોળ શરુ કરી હતી
આ ઘટના બાદ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન મુજબ એલ સી બી અને એસ ઓ જી ની બે ટિમો ને તપાસ સોંપતા ડભોઈ થી ઘટના ના સ્થળ સુધી ના સી સી ટી વી ફૂટેજ ની તપાસ કરતા ફરિયાદી પાસે બાઈક પર કોઈ થેલો જોવા ન મળેલ કે કોઈ બાઈક પર બે વ્યક્તિ જતા પણ જોવા મળ્યા ન હતા જેથી પોલીસે ફરિયાદી ના રાજસ્થાન ખાતે ના મકાન પાસે સાત દિવસ વોચ રાખતા આ મહાશય નવી બાઈક,એલ એ ડી ટી વી મોબાઈલ સહિતની નવી ખરીદી કરી નવા મકાન નું બાંધકામ કરાવતો હોવાનું જોવા મળતા પોલીસ ને માહિતી મળતા અને ઘરમાં જડતી કરતા ઘરની તિજોરી,ઘઉં ની કોઠી, પતરાની પેટીમાં સંતાડેલા કુલ રૂપિયા 3,70,500/- મળી આવ્યા હતા જે પોલીસે કબ્જે કરી ફરિયાદી નું નિવેદન લેતા તેને પોતે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હોય અને દસ લાખ રૂપિયા પોતે ડભોઈ નજીક આવેલા એક નીલગીરી ના ઝાડ નીચે ગોદડી માં વિમલ ના થેલા માં સંતાડયા હોવાની કબૂલાત કરતા તેની અટક કરી મુદ્દામાલ તથા આરોપી ને રાજપીપળા પોલીસ સ્ટેશને સોંપતા આખરે નર્મદા એલ સી બી અને અને એસ ઓ જી ટિમો ની સફળ કામગીરી થી આ ગુનો શોધી ઉકેલવામાં સફળતા મળી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





