ડેડીયાપાડા તાલુકાની આદિવાસી પરણિત મહિલા ને પતિ સામેજ મુસ્લિમ યુવાન ભગાડી ગયો

0
276

મહિલા પરણિત હોવા છતાં પતિને ધક્કો મારી નીચે પાડી પત્નીને લગ્ન બહારના સંબંધ રાખવાના ઇરાદે મુસ્લિમ યુવાન ક્યાંક લઈ નાસી ગયો,યુવાન વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ દાખલ.

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ગઢ ગામે રહેતા ફરિયાદી અંકિત રમેશભાઈ વસાવા ગત તારીખ 17 ના રોજ સાંજે લગભગ 6-30 વાગે પોતાની પત્ની છાયાબેન સાથે બાઈક પર જતા હતા ત્યારે આરોપી આસિફ ઉર્ફે પયો અશરફભાઈ મોગલ એ ફરિયાદી નો પીછો કરી ડેડીયાપાડા થી કંકાલા ગામ વચ્ચે અટકાવી ઝપાઝપી કરી અંકિત ને રોડ પર પાડી દઈ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું આરોપી જાણતો હોવા છતાં અંકિત ની પત્ની છાયાબેન ને પરણિત હોવાનું આરોપી જાણતો હોવા છતાં તેને લગ્ન બહારના સંબંધ રાખવાના ઇરાદે ત્યાંથી લઈ ક્યાંક નાસી જતા અંકિત વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને આશીફ મોગલ વુરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ એસ સી એસ ટી સેલ ના નાયબ પોલીસ વડા એમ એમ મકવાણા ચલાવી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY