રાપર પોલીસ એ પિસ્તોલ અને તમંચા સાથે બે શખ્સો ને ઝડપ્યા

0
706

વાગડ માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા ભાવના બેન પટેલ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઇ ના માગોઁ દશઁન તળે તાજેતરમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પુનઃ મુકાયેલા કડક પોલીસ અધિકારી ની છાપ ધરાવતા આર. એલ રાઠોડ એ આવતા ની સાથે જ રાપર શહેર માં કાયદા અને વ્યવસ્થા નું ભાન કરાવવા માટે પગલાં લેવાની શરૃઆત કરી હતી જેમાં આડેધડ વાહનો પાર્ક કરી જતાં રહેતા વાહન ચાલકો અને દારૃ પીને છાકટા થતાં આવારા તત્વો અને લુખ્ખા ઓ સામે પગલાં લેવા ની શરૂઆત કરી હતી ત્યારે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડ ને મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. એમ પટેલ.. ખીમજી આહિર.. નિકુલ ગોહિલ.. સરથાણ પટેલ.. તાલીબ મલાવત.. વિષ્ણુદાન ગઢવી.. રમેશ દેસાઈ વિગેરે એ દિનેશ રામજી પીરાણા અને મનજી રુપાભાઈ પીરાણા રહે.

રાપર પાવર હાઉસ પાસે વારા નગરપાલિકા ના બગીચા પાસે શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે એટલે બન્ને શખ્સો ની તપાસ કરવા માં આવતા મનજી પાસે થી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. 10,000/= અને દિનેશ પાસે થી દેશી બનાવટ નો દેશી તમંચો કિંમત રૂ. 2000/= મળી આવેલ.. જેઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ રાઠોડ અગાઉ રાપર માં ઈન્સ્પેક્ટર તરીકે મુકાયા હતા ત્યારે દારૃ બંધી અને લુખ્ખા ગીરી નો કડક અમલ કરાવ્યો હતો રાપરમાં તાજેતરમાં જમીન પ્રકરણ માં ફાયરિંગ થયા ની ચર્ચા એ જોર પકડયું હતું અને આ આરોપી ઓ ની આ બનાવ અંગે કોઈ ભુમિકા છે કે કેમ તે અંગે ખુદ ઈન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ એ હાથ ધરી છે અને આરોપી ઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.. રાપર તાલુકા માં રાઠોડ ની ગુનેગારો સાથે ની કડક કાર્યવાહી અને સરભરા બાબતે પ્રશંસા થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY