નેત્રંગ જુના રેલ્વે સ્ટેશન નજીક વર્ષો જુના ગોબર ગેસના કૂવામાં ભેંસ પડી ગઈ હતી.

0
205

ભરવાડના ઢોર છુટા ચરતા હતા તેવામાં એક ભેંસ ગોબર ગેસના 20 ફૂટ ઊંડા કૂવામાં પડતા ફસાઈ ગઈ.

નેત્રંગ જીન બજારમાં રહેતા પશુપાલકની ભેંસો રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચરતી હતી.તે અરસામાં એક વર્ષો જુના ગોબર ગેસના કુવાની ઉપર માટી આવી ગયેલ જેની પરથી ભેંસ નીકળતા ઢાંકણું તૂટી પડતા ભેંસ 20 ફૂટ ઊંડા કૂવામાં અંદર પડતા તેની પર માટી કુવાની આજુબાજુમાંથી ધસડાય પડી હતી.જેમાં ભેંસનો પાછળનો ભાગ અને પગ પીઠ પર માટીથી ઢંકાઈ ગઈ હતી.અને કૂવો અંદરથી સાંકડો હોવાથી ફસાઈ ગઈ હતી.

નેત્રંગ જીનબજાર વિસ્તારમાં રહેતા અર્જુનભાઇ ભરવાડને ગાયો અને ભેંસો રાખી દૂધ વેંચી પરીવારનું ગુજરાન ચલાવે છે.આજે સવારે ઢોર ચરાવા માટે રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી સ્મશાન તરફ અમરાવતી નદીના પટમાં જતા હતા.ત્યારે રેલ્વેના પાટા નજીકથી ઢોર જતા હતા ત્યારે એક ભેંસ અચાનક ગોબર ગેસના કુવાના ઢાંકણા પરથી પસાર થતા જર્જરિત ઢાંકણું ભેંસના વજનથી તુટી પડ્યું હતું.જેથી ભેંસ 20 ફૂટ ઊંડા કૂવામાં પડી માટીમાં ફસાઈ ગઈ હતી.તેને કાઢવા માટે તેની પર પડેલ માટી બહાર કાઢી દોરડા બાંધી જેસીબીથી ઉચકી મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.બહાર નીકળતા ભેંસ ચાલતી થઈ જતા ભરવાડ પરીવારને હાશકારો થયો હતો.ત્યારબાદ આ ગોબર ગેસનો કૂવો જેસીબીથી માટી પુરી જમીન લેવલ કરવામાં આવતા હવે આવો કોઈ અન્ય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી.

દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
મો નંબર :- 9408975393

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY