કરજણ ડેમની સપાટી 103.35 મીટર છે તો કરાંઠા,લાછરસ, અણીજરા, ભદામ, તોરણ, ધાનપોર સહીતના તળાવો ભરવા જોઈએ
રાજપીપલા : રાજ્યમાં જળ સંકટ ને લઈને સુજલામ સુફલામ યોજના નો પ્રારંભ થઇ ગયો છે અને તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહ્યા છે. ત્યારે ભદામ વિસ્તારના ખેદુતોએ તળાવો ભરવા રજૂઆત કરી છે જોકે હાલ પાણી વગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એના કરાાતા જો આ તળાવો કરજણ કેનાલો દ્વારા આ તળાવો ભરવા માંગ ઉઠી છે.
કરજણ બંધ માં આટલી જળ કટોકટી હોવા છતાં કરજણ ડેમ માં હાલ 228.10 MCM પાણીનો જથ્થો છે અને પાણીની સપાટી 103.35 મીટર છે ત્યારે ધાનપોર ડિસ્ટ્રી મુખ્ય કેનાલો ને કારણે ખેડૂતોને પાણી મળતું નથી પરંતુ જો આ કરજણ ડેમનું પાણી નો સદઉપયોગ કરે તો કરજણ કેનાલ ના કમાન્ડ વિસ્તારમાં આવતા કરાંઠા, લાછરસ, અણીજરા, ભદામ, તોરણ, ધાનપોર આમ કુલ છ તળાવો કેનાલ સાથે લિંક છે અને જે ભરવા હોય તો હજારો ક્યુસેક પાણી ભરવા માં આવે તો ગ્રામજનો ને પાણી મળે, ઢોર ઢાંખર અને જીવોને પણ ઉનાળાની ગરમીમાં પાણી મળે એટલુંજ નહિ બકનળી દ્વારા ખેડૂતો સિંચાઈ માટે પણ પાણી લઇ શકે. જોકે આ બાબતે સરકાર કે વહીવટી તંત્ર કોઈ ચોક્કસ પગલાં ભરે તે જરૂરી છે.
આ બાબતે ભદામ ના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ તળાવો ખુબ મોટા અને ઉંડા છે અને જેમાં પાણી ભરવામાં આવે તો ગ્રામજનોને ખુબ ઉપયોગી થાય તેમ છે. જો જિલ્લાકલેક્ટર આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરે અને કરજણ કેનાલ રીપેર કરી પાણી નો સદુપયોગ કરે કેમકે આજે અમારા વિસ્તાર માં આજે કૂવાના જળસ્તર પણ 300 ફુટ નીચા ગયા છે. જેથી આ તળાવો ને પાણી થી ભરવા ખુબ જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



